Site icon Revoi.in

અમદાવાદમાં મહિલાઓ માટે 21 સ્થળોએ પિંક ટોયલેટ અને બેબી ફીડિંગરૂમ પણ બનાવાશે,

Social Share

અમદાવાદઃ શહેરના 21 સ્થળોએ  મહિલાઓ માટે પિન્ક ટોયલેટ બનાવવામાં આવશે, આ ટોયલેટનું સંચાલન સફાઈ કામદાર મહિલાઓ દ્વારા કરાશે. ટોયલેટની બાજુમાં બેબી ફીડિંગ રૂમ પણ બનાવવામાં આવશે. ઉપરાંત  પિંક ટોઇલેટમાં માત્ર ટોઇલેટની સુવિધા નહીં પરંતુ ચેન્જિંગ રૂમ, સેનેટરી પેડ, બેબી ફીડિંગ રૂમ અને કેરટેકર રૂમ પણ બનાવવામાં આવ્યા છે. મહિલાઓને જો ઇમરજન્સી દરમિયાન કોઇપણ પ્રકારની જરૂરિયાત ઊભી થાય તો તેઓ આ પિંક ટોઇલેટનો ઉપયોગ કરી શકે છે. આવા ત્રણ પિન્ક ટોયલેટ બની ગયા છે.જેનું આગાની 2જી ઓક્ટોબરના રોજ મેયર પ્રતિભા જૈનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં જાહેર સ્થળો પર મહિલાઓને વોશરૂમ સહિત અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે શહેરના મ્યુનિ.ના સત્તાધીશોએ અડધી આબાદીની સુવિધાને ધ્યાને લઇને પિંક ટોઇલેટ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરમાં વિવિધ 21 જગ્યાએ મહિલાઓ માટેના ખાસ પિંક ટોઇલેટ બનાવવામાં આવશે. જેમાં 3 પિંક ટોઇલેટ બનીને તૈયાર પણ થઇ ગયા છે. જ્યારે 2 પિંક ટોઇલેટની 90 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. પિંક ટોઇલેટમાં માત્ર ટોઇલેટની સુવિધા નહીં પરંતુ ચેન્જિંગ રૂમ, સેનેટરી પેડ, બેબી ફીડિંગ રૂમ અને કેરટેકર રૂમ પણ બનાવવામાં આવ્યા છે. મહિલાઓને જો ઇમરજન્સી દરમિયાન કોઇપણ પ્રકારની જરૂરિયાત ઊભી થાય તો તેઓ આ પિંક ટોઇલેટનો ઉપયોગ કરી શકે છે.

એએમસીના રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે મહિલાઓ માટે ખાસ કરીને આ અલગ પિંક ટોઇલેટ તૈયાર કરવામાં આવ્યા છે. જે અત્યાધુનિક અને વિવિધ સુવિધાયુક્ત હશે. સામાન્ય રીતે પે એન્ડ યુઝ દરેક જગ્યાએ કોમન હોય છે. જેમાં જેન્ટ્સ અને લેડીઝ બંને હોય છે. પરંતુ આ એકમાત્ર એવા ટોઇલેટ હશે કે જેનો ખાલી મહિલાઓ જ ઉપયોગ કરી શકશે. શહેરના 7 ઝોનમાં ત્રણ ત્રણ એમ કુલ 21 પિંક ટોઇલેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં 70 ટકા જેટલા પિંક ટોઇલેટ બની ગયા છે. 21માંથી કાંકરિયા ગેટ નંબર-3, લોગાર્ડન સહિત કુલ પાંચ જેટલા પિંક ટોઇલેટ હાલમાં બનીને તૈયાર થઈ ગયા છે. જેનું આગામી અઠવાડિયામાં ઉદ્ઘાટન કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરીને આ માત્ર મહિલાઓ માટેના જ પિંક ટોઇલેટ છે. કેટલીક જગ્યાએ મહિલાઓ શરમ સંકોચ અનુભવતી હોય છે. ક્યારેક મહિલાઓને જો ઓફિસથી સીધા ક્યાંય બહાર લગ્ન પ્રસંગે કે અન્ય જગ્યાએ જવાનું હોય તો તેઓ પોતાના કપડા બદલી શકે તેના માટે ચેન્જિંગ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. પિંક ટોઇલેટમાં કેરટેકર માત્ર મહિલા જ રહેશે. ખાસ મહિલાઓ માટે મ્યુનિ. દ્વારા પિંક ટોઇલેટ બનાવવામાં આવ્યા છે.