Site icon Revoi.in

પીપળાના પાન આરોગ્યમાં લાવે પ્રાણ- જાણો તેના ઉપયોગ તથા ફાયદાઓ

Social Share

પીપળાનું ઝાડ આપણે સૌ કોઈએ જોયું હશે, જે દિવાલમાં પણ ફૂટી નીકળે છે, અને તેના મૂળ પણ ખૂબ મજબૂત હોય છે, ખાસ કરીને આ ઝાડની પૂજા પણ કરવામાં આવે છે હિંદુ ધર્મમાં પીપળના ઝાડનું ઘણું મહત્વ છે. તેનું મહત્વ ધર્મની સાથે સાથે તેના પાન આપણા આરોગ્ય માટે ખૂબજ ગુણકારી છે, જો એક વાર તમે પણ પીપળાના પાનના ઉપયોગ જાણી લેશો તો તમે પણ તેનો ઉપયોગ કરતા થઈ જશો.

જાણો પીપળાના પાનના ઉપયોગ અને ફાયદાઓ

પીપળાના પાનમાં આપણા આરોગ્યને જરુરી એવા તમામ પોષકતત્વો મળી રહે છે.આ સાથે જ તેમાં ઓક્સિજનનું ભરપુર પ્રમાણ હોય છે, આ પાનનું સેવન કરવાતી આપણું ઓક્સિજન લેવલ વધે છે.
આ સાથે જ પીપળાના પાનમાં મોઇસ્ચર કન્ટેન્ટ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફેટ, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, કૉપર અને મેગ્નેશિયમ જેના ગુણો સમાયેલા હોય છે.

ખાસ કરીને પીપળાના પાનનો ઉપયોગ ફેફસાંમાં સોજો આવવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં દુ:ખાવા સાથે ઉધરસ આવવી વગેરે જેવી સમસ્યાઓમાં તેનું સેવન ગુણકારી સાબિત થાય છે.
પીપળાના પાંદડામાં એવા ગુણો સમાયેલા છે જે બ્રોન્કોસ્પેઝમ પર અસરકારક અસર બતાવી શકે છે. શ્વાસના દર્દીઓએ દરરોજ પીપળના બે લીલા પાંદડાઓનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી શ્લાસ લેવામાં પડતી મુશ્કેલીમાંથી રાહત મળે છે

પીપળના પાનનું સેવન લીવરને સ્વસ્થ રાખવા માટે કરી શકાય છે. પીપળામાં લીવરને ડેમેજ થતા અટકાવે છે,જેથી જે લોકોએ વધુ આલ્કોહોલનું સેવન કર્યું હોય તે આ પાનનું સેવન કરે તો ફાયદો થાય છે.

આ સાથે જ ષરદી અને કફ માટે પણ પીપળાના પાન ઉત્તમ ઈલાજ છે. પીપળાના પાનમાં રોગનિવારક તત્વો મળે છે. તેનો ઉપયોગ કરવાથી તમને કફમાં રાહત મળે છે.