Site icon Revoi.in

પીપળીયા ચાર રસ્તા થી માળીયા નેશનલ હાઈવે એક સપ્તાહ માટે તાકીદની અસર થી પ્રતિબંધ

Social Share

અમદાવાદ: મોરબી જીલ્લાના માળીયા સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે ઉપર મચ્છુના પાણી ફરી વળતા, માળીયા પાસેના જૂના બ્રિજ સુધી પાણી આવી ગયુ હતુ. જેથી પીપળીયા ચાર રસ્તાથી માળીયા નેશનલ હાઈવે સુધી ભારે ભારે વાહનો ઉપર ,તાકીદની અસરથી પ્રતિબંધ મુકવામાં આવેલ છે. અને હાલ ભારે વાહનોના આવાગમન ઉપર એક સપ્તાહ માટે પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. બ્રિજના ઇન્સ્પેકશન પછી ,જેતે બાબતે જરૂરી રિપોર્ટ બાદ ખુલ્લો મુકાશે. હાલ ભારે વાહનો માટે મોરબી પીપળીયા બ્રિજ થી નેશનલ હાઇવે સુધી માર્ગ મોટા વેહિકલ માટે પ્રતિબંધિત કરતું વિશેષ જાહેરનામું કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાના માળીયા શહેરમાંથી મચ્છુના પાણી ,દરિયા તરફ વહી ગયા છે. પરંતુ માળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં તારાજી સર્જાઇ છે. એકાદ સપ્તાહ સુધીમાં આ બ્રિજનુ ઇન્સ્પેક્શન થઈ ગયા બાદ ,જો બ્રિજ ઉપરથી ભારે વાહનો માટે ચલાવી શકાય તે માટે યોગ્ય હોય તો, તેને ખુલ્લો મુકવામાં આવશે તેવું સંલગ્ન વિભાગીય અધિકારીએ જણાવેલ છે. વધુમાં મળતી વિગત પ્રમાણે આ બ્રિજ અંદાજે 40 વર્ષ જુનો બ્રિજ છે .જેથી કરીને સલામતીના ભાગરૂપે હાલમાં તેને તાકીદની અસર બંધ કરવામાં આવેલ છે આ રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે જામનગર જવા માટે અમદાવાદ કચ્છ તરફથી આવતા વાહન વ્યવહાર હાલ માળીયા થી પીપળીયા રસ્તાની જગ્યાએ માળિયાથી-મોરબી-ટંકારા-આમરણ-ધ્રોલ-લતીપર વાળા રસ્તાનો ઉપયોગ કરશે. જામનગર આમરણ તરફથી આવતા વાહનો કચ્છ તરફ જવા માટે પીપળીયા ચાર રસ્તાથી-નવલખી-ફાટકથી રવિરાજ ચોકડીથી-માળીયા કચ્છ તરફ જઈ શકશે.