ગુજરાત સરકાર દ્વારા ખાનગી કંપનીઓના સહયોગથી તમામ યુનિવર્સિટીઓમાં પ્લેસમેન્ટ કેમ્પ યોજાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષિત બેરાજગારોની સંખ્યા વધતા જાય છે. ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ખાનગી કંપનીઓનો સહયોહ મેળવીને રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં પ્લેસમેન્ટ કેમ્પ યોજવાનું આયોજન કર્યું છે. શિક્ષણ વિભાગના પ્લેસમેન્ટ સેલ દ્વારા 33 જિલ્લામાં 28 સ્થળે 27 ફેબ્રુઆરીથી 20 માર્ચ દરમિયાન યુનિવર્સિટીઝ સંલગ્ન સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સહિતના ટેકનિકલ કોર્સની 500થી વધુ કોલેજના ફાઇનલ યરના વિદ્યાર્થીઓને માટે પ્લેસમેન્ટ કેમ્પ યોજાશે. અત્યાર સુધીમાં 76,131 વિદ્યાર્થીએ પ્લેસમેન્ટમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના શિક્ષણ વિભાગના પ્લેસમેન્ટ સેલ દ્વારા 33 જિલ્લામાં 28 સ્થળે 27 ફેબ્રુઆરીથી 20 માર્ચ દરમિયાન યુનિવર્સિટીઝ સંલગ્ન સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સહિતના ટેકનિકલ કોર્સની 500થી વધુ કોલેજના ફાઇનલ યરના વિદ્યાર્થીઓને માટે પ્લેસમેન્ટ કેમ્પ યોજાશે આ પ્લેસમેન્ટમાં ભાગ લેવા ઇચ્છુક બેન્કિંગ, ફાઈનાન્સ, કેમિકલ, ફાર્મસી, ઇન્સ્યોરન્સ, મિકેનિકલ ,મેન્યુફેક્ચરિંગ સર્વિસ સેક્ટર સહિતના વિવિધ સેક્ટરની કુલ 1941 કંપનીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ પ્લેસમેન્ટ માટે હજુ 2 હજાર કરતાં વધારે કંપનીઓ રજિસ્ટ્રેશન કરાવે તેવી શક્યતા છે.
સૂત્રોએ ઉમેર્યું હતુ. કે, રાજ્યની વિવિધ સેક્ટરની વિવિધ કંપનીઓમાં વિવિધ પ્રકારની વહીવટી પોસ્ટ માટે પસંદ થયેલા ઉમેદવારોને વાર્ષિક ત્રણ લાખથી 12 લાખ સુધીનાં વાર્ષિક જોબ પેકેજ ઓફર કરાશે. પ્લેસમેન્ટમાં ભાગ લેવા કોઈ પણ કોલેજના વિદ્યાર્થી 27 ફેબ્રુઆરી સુધીમાં પ્લેસમેન્ટ સેલના પોર્ટલમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત પોતાની કોલેજના માધ્યમથી પણ નોંધણી કરાવી શકશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પ્લેસમેન્ટ સેલ દ્વારા પત્ર લખીને મેગા કંપનીઓનો સંપર્ક સાધવામાં આવ્યો છે. અને પ્લેસમેન્ટ કેમ્પમાં ભાગ લેવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. હાલ 1941 જેટલી કંપનીઓ પ્લેસમેન્ટ કેમ્પમાં આવીને વિદ્યાર્થીઓને ઓફર લેટર આપશે. હજુ વધુ કંપનીઓ પ્લેસમેન્ટ કેમ્પમાં ભાગ લેવા માટે આવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.