ભારતમાં લોકો જ્યારે ફરવા નીકળે ત્યારે તેમના મનમાં સૌથી પહેલો વિચાર આવે કે ભગવાનમાં મંદિરમાં જઈએ અથવા કોઈ ધાર્મિક યાત્રા કરીએ, આજે પણ આપણા દેશમાં લોકો જ્યારે ફરવા જાય છે ત્યારે મંદિરોની મુલાકાત વધારે લે છે આવામાં જે લોકો આ જગ્યાઓ પર ફરવા જાય છે ત્યાં પ્રવાસીઓને કેટલીક સુવિધા જેમ કે રહેવાનું અને જમવાનું ફ્રીમાં મળે છે અને આ કારણોસર આ જગ્યા લોકોને વધારે પસંદ પણ આવે છે.
સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો ગીતાભવનની તો ઋષિકેશમાં પવિત્ર ગંગા નદીના કિનારે ગીતા ભવન સ્થિત છે. અહીં યાત્રીઓ ફ્રીમાં રહી શકે છે. અહીં 1000 કેમેરા લાગેલા હોય છે. દુનિયાભરના લોકો અહીંની મુલાકાત લે છે. આ આશ્રમમાં સત્સંગ અને યોગનું આયોજન પણ કરવામાં આવે છે. અહીં તમે ફ્રીમાં ભોજન પણ કરી શકો છો.
આ ઉપરાંત છે આનંદાશ્રમ, કેરળના હરિયાળા અને સુંદર પહાડો વચ્ચે આ આનંદાશ્રમ આવેલો છે. અહીં રોકાવાનો અનુભવ ખરેખર ખાસ હોય છે. અહીં ઓછા મસાલાવાળુ ભોજન બને છે. આ આશ્રમમાં તમે દિવસમાં ત્રણ સમય ફ્રી ભોજન કરી શકો છો અને આશ્રમમાં ફ્રીમાં રહી પણ શકો છો.
મણિકરણ સાહિબ ગુરુદ્વારા – આ સ્થળ હિમાચલ પ્રદેશમાં સ્થિત છે. અહીં રહેવાની, પાર્કિગ અને ભોજનની સુવિધા ફ્રીમાં આપવામાં આવે છે. મણિકરણ સાહિબ ગુરુદ્વારા પાર્વતી નદી પાસે આવેલું છે અને તે પછી છે ગોવિંદ ઘાટ ગુરુદ્વારા – આ ગુરુદ્વારા ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં અલકનંદા નદી પાસે આવેલ છે. આ ગુરુદ્વારામાંથી તમે પહાડોથી ભરેલો સુંદર નજારાનો આંનદ માણી શકો છો. પ્રવાસીઓ અને શ્રદ્વાળુઓ અહીં ફ્રીમાં રહી શકે છે.