ઉનાળામાં આ પાંચ તીર્થસ્થળોની ફરવા જવાનો પ્લાન બનાવો, પરિવાર સાથે ખૂબ મજા આવશે
ઉનાળાની રજાઓમાં તીર્થ યાત્રાનો પ્લાન બનાવવો એક શાનદાર ઓપ્શન છે. તમારી સાથે તમારા પરિવારને પણ ફરવા લઈ જઈ શકો છો સાથે સમય વિતાવી શકો છો.
વૈષ્ણો દેવી, જમ્મુ: વૈષ્ણો દેવી હિંદુઓનું સૌથી પવિત્ર તીર્થ સ્થળોમાંનું એક છે. અહીંનું તાપમાન ઉનાળામાં 25 C થી 35 C સુધીનું હોય છે. મુસાફરી કરવાનો બેસ્ટ સમય એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર છે.
અમરનાથ, કાશ્મીર: અમરનાથ ગુફા ભગવાન શિવને સમર્પિત છે. ઉનાળામાં અહીંનું તાપમાન 15 C થી 25 C સુધી હોય છે. અમરનાથ યાત્રા જુલાઈ-ઓગસ્ટમાં થાય છે. 2024માં આ યાત્રા 29 જૂનથી 11 ઓગસ્ટ સુધી હશે.
બદ્રીનાથ, ઉત્તરાખંડ: બદ્રીનાથ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ હિમાલયના ઉંચા શિખરો વચ્ચે આવેલું છે. ઉનાળામાં અહીંનું તાપમાન 10 C થી 25 C ની વચ્ચે હોય છે. મુસાફરી કરવાનો બેસ્ટ સમય એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બર થી ઓક્ટોબર છે.
ગંગોત્રી અને યમુના, ઉત્તરાખંડ: ગંગોત્રી ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન છે અને યમુનોત્રી યમુના નદીનું ઉદ્ગમ સ્થાન છે. આ બંન્ને સ્થાન હિમાલયમાં સ્થિત છે અને પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રસિદ્ધ છે. ત્યાનું તાપમાન ઉનાળામાં 10 C થા 25 C સુધી રહે છે. મુસાફરી માટે એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બર થી ઓક્ટોબરનો સમય સૌથી બેસ્ટ હોય છે.
કેદારનાથ, ઉત્તરાખંડ: કેદારનાથ ભગવાન શિવને સમર્પિત છે. આ કેદારનાથ ખીણમાં બરફથી ઢંકાયેલા પર્વતોની વચ્ચે આવેલું છે. ઉનાળામાં તાપમાન 10 C થી 25 C સુધી રહે છે. મુસાફરી કરવાનો બેસ્ટ સમય એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર છે.