નવા વર્ષને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ક્રિસમસની રજાઓ ગાળવા ઘણા લોકો બહારની મુલાકાત લેતા હોય છે પણ જો તમને પ્રાચીન કલા જોવાનો જાણવાનો શોખ હોય તો તમે કિલ્લાઓની મુલાકાત લઈ શકો છો,રાજસ્થાનમાં જ ઘણા બધા કિલ્લાઓ આવેલા છે આ કિલ્લાઓ જોવા લાયક છે તો ચાલો જાણીએ આવા કિલ્લાઓ વિશે.
રાજસ્થાનમાં કિલ્લાઓમાં એક કિલ્લો, આમેર ખૂબજ સુંદર છે, અને અહીં જવાનું સપનું તો સૌ કોઈ જોતું જ હોય છે. એવામાં જો તમે રાજસ્થાનના કોઈ કિલ્લામાં નવું વર્ષ સેલિબ્રેટ કરવા ઈચ્છતા હોવ તો, જયપુરના આમેરમાં ચોક્ક્સથી જવું જોઈએ. રાતના સમયે તો અહીંનો નજારો ખરેખર અદભુત હોય છે.
આ સાથે જ યૂનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવાયેલ ચિત્તોડગઢ કિલ્લામાં નવા વર્ષને સેલિબ્રેટ કરવાની મજા જ અદભૂત છે. દર વર્ષે હજારો લોકો અહીં નવુ વર્ષ સેલિબ્રેટ કરવા માટે પહોંચે છે.આ કિલ્લામાં ચોક્કસથી જવું જોઈએ. નવા વર્ષને આવકારવા આ કિલ્લાને નવી દુલ્હનની જેમ શણગારવામાં આવે છે.
બીજી વાત કરીએ મેહરાનગઢ કિલ્લા સિવાયની તો તમે રાજસ્થાનના કુંભલગઢ કિલ્લા, જૈસલમેર કિલ્લામ નાહરગઢ કિલ્લા અને જૂનાગઢના કિલ્લાઓમાં પણ નવા વર્ષને સેલિબ્રેટ કરી શકો છો. આ સિવાય ઝાંસી કિલ્લો, ગ્વાલિયર કિલ્લો, રાયગઢ કિલ્લો અને દૌલતાબાદ અને ઔરંગાબાદ જેવા કિલ્લાઓમાં પણ તમે ન્યૂયરને સેલિબ્રેટ કરી શકો છો.
આ સહીત રાજસ્થાનનું જોધપુર જ્યાં નવા વર્ષે આખા દેશમાંથી પ્રવાસીઓ પહોંચે છે.એવામાં જો તમે પણ આ ઐતિહાસિક શહેરમાં ફરવા જઈ રહ્યા હોવ તો, મેહરાનગઢ કિલ્લામાં શાહી અંદાજમાં નવા વર્ષને સેલિબ્રેટ કરી શકો છો.