દિવાળીનો તહેવાર આવ્યો નથી કે ફરવા માટે લોકો તૈયાર થઈ જતા હોય છે. ભારતમાં ફરવા માટે લોકો ખુબ જ શોખીન હોય છે અને જો વાત કરવામાં આવે આ વખતે દિવાળીમાં ફરવા લાયક સ્થળોની તો હવે આ જગ્યાઓ પર લોકોએ ફરવા જવાનું ટાળવું જોઈએ કારણ કે આ જગ્યાઓ એકદમ પેક થઈ ગઈ છે અને મોટી સંખ્યામાં આ સ્થળો પર ભીડ પણ જોવા મળી શકે છે.
ઉતરાખંડના પ્રવેશદ્વાર દહેરાદૂન, હિમાચલના ગેટ-વે ચંદીગઢ જેવા સેન્ટરોના વિમાની ભાડા પણ ઘણા ઉંચા છે. પ્રવાસન સ્થળો ઉપરાંત મેટ્રો શહેરોના વિમાની ભાડામાં પણ મોટો વધારો છે. આ વખતે દિવાળી સોમવારે છે એટલે શનિ-રવિની સળંગ રજાનો પણ લાભ મળવાનો છે.
ટ્રાવેલ એજન્ટસના કહેવા પ્રમાણે આ વર્ષે ગુજરાત બહાર અને દેશ બહાર જનાર ગુજરાતીઓની સંખ્યા વધી છે. આ વર્ષે 5,000 લોકો ગુજરાત બહાર જઈ રહ્યા છે. જેમના વિઝા અપ્રુવ થઈ ગયા છે, જ્યારે ભારત બહાર પણ લોકો બુકિંગ કરી રહ્યા છે જો કે હાલ હવે કેટલીક જગ્યાઓ sold out થઈ ગઈ છે, જેને લઇને પ્રવાસ માટે બુકિંગમાં વેઈટીગ ચાલે છે.
આ ઉપરાંત ટ્રાવેલ એજન્ટ એ પણ કહી રહ્યા છે કે આ વર્ષે લોકોને વિદેશ જવું વધારે પસંદ પડે છે. જેમાં હાલ પૂરતું સૌથી મોઘું એર ટિકિટ અને એકોમોડેશન છે. વિઝા પ્રોસેસ પણ જલદી નથી થઈ રહી જેને કારણે વિદેશ જવા માટે બુકિંગ કરાવવા લોકોને નવેમ્બર મહિનામાં બુકિંગ કરવું પડશે. અમારી પાસે જે ક્લાયન્ટ છે તેમને નવરાત્રિ પહેલાથી બુકિંગ કરાવી લીધું હતું. જેથી અત્યારે અમારે બીજા ગ્રાહકોને ના પાડવી પડે છે. ટૂર ઓપરેટરોના કહેવા પ્રમાણે 22થી 31 ઓક્ટોબરની રજા રહે તેમ છે અને તેને કારણે હવાઈ સફર મોંઘી છે. વિમાની ટિકિટોની જેમ હોટલ બુકીંગમાં પણ વધારે થયો છે. ગોવા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, કેરળ અને પૂર્વોતર ક્ષેત્રના પ્રવાસન સ્થળો ભરચક્ક બનશે.