Site icon Revoi.in

ઉનાળામાં પરિવાર સાથે આ સુંદર સ્થળની મુલાકાત લેવાનો પ્લાન બનાવો, સુંદરતા અમર્યાદિત

Social Share

સમગ્ર દેશમાં હાલ સ્કૂલ-કોલેજોમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, જેથી મોટાભાગના લોકો પરિવાર સાથે નજીકના હિલસ્ટેશન ઉપર ફરવા જવાનું પસંદ કરે છે. આ આપ પણ ઉનાળાના વેકેશનમાં પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરી હોય તો હિમાચલ અને ઉત્તરાખંડ સિવાય જમ્મુ-કાશ્મીરને પણ ઉનાળામાં ફરવા માટેના સ્થળોમાં સામેલ કરી શકાય છે. જો તમે સોનમર્ગ, ગુલમર્ગ, પહેલગામ વગેરેને કવર કર્યું હોય અથવા કોઈ શાંત જગ્યાએ જવા માંગતા હો, તો તમે શ્રીનગરની નજીક સ્થિત કોકરનાગ માટે પ્લાન કરી શકો છો.

કોકરનાગ શહેર સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ છે. કોકરનાગ વોટરફોલ્સ શ્રીનગરથી લગભગ 80 કિલોમીટરના અંતરે સ્થિત છે. કોકરનાગ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું છે. જ્યાં તમે તમારા વીકએન્ડને ખાસ બનાવી શકો છો. કોકરનાગ એક અનોખું સ્થળ છે, જેના કારણે તેની સુંદરતા આજે પણ અકબંધ છે. અહીંનું શાંત અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ આ જગ્યાને વધુ ખાસ બનાવે છે. કોકરનાગ આવીને તમે ફોટોગ્રાફીની મજા પણ માણી શકો છો. કોકરનાગનું રોઝ ગાર્ડન અહીંનું મુખ્ય કેન્દ્ર આકર્ષણ માનવામાં આવે છે, જેને તમારે બિલકુલ ચૂકવું જોઈએ નહીં.

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર થયા બાદ હાલ પહેલાની સરખામણીએ વધારે શાંતિનો માહોલ છે. બીજી તરફ કાશ્મીરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાશ્મીરની શાંતિની હવા ફુંકાઈ રહી હોવાથી મોટી સંખ્યામાં દેશ-વિદેશથી અહીં પ્રવાસીઓ આવી રહ્યાં છે. તેમજ પ્રવાસીઓની સુવિધાઓને લઈને સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યાં છે.