વેકેશન માટે એડવાન્સમાં બનાવો તમિલનાડુના આ શહેરમાં ફરવા જવાનો પ્લાન, અહીંની સુ્દરતા છે મનમોહક
- તમિલનાડુનું આ શહેર છે ખૂબ જ સુંદર
- કુદરતી સાનિધ્યમાં ફરવાની ઝડપો તક
હાલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ફરવા જવાની દરેકને ખૂબ મજા આવે છે જો તમે પણ ફરવાનો પ્લાનિંગ કરો છો તો આજે તમને તમિલનાડુનું એક સુંદર શહેર વિશે જણાવીશું, ત્યા ચોક્કસ તમે ફરવા જવાનું ભૂલતા નગહી અહીની જે સુંદરતા છે તે ખૂબ જ મનમોહક છે.
તમિલનાડુનું આ શહેર જેનું નામ છે યેલાગીરી જે સમુદ્ર સપાટીથી 1,700,20 મીટરની ઉંચાઈ પર આવેલું છે. તેમાં 14 વસાહતો અને ટેકરીઓ પર ફેલાયેલા ઘણા મંદિરોનો સમાવેશ થાય છે. યેલાગીરી 1950 ના દાયકાની શરૂઆતમાં સરકાર હેઠળ આવ્યું કારણ કે તે યેલાગીરી જમીનદાર પરિવારની મિલકત હતી.
અહી યેલાગીરીના લોકો સત્તરમી સદીમાં ટીપુ સુલતાનની સેનાના લડવૈયાઓમાં સામેલ છે. આ લોકોને ‘વેલ્લા ગોન્ડર’ કહેવામાં આવે છે.અહી ઉનાળામાં યેલાગીરિ સરાકર દ્રારા સમર ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે.
આ શહેર કુદરતના ખોળે રમતું શહેર છે નેચર પ્રેમઈઓ માટે આ બેસ્ટ ઓપ્શન છે. ચેન્નઈથી માત્ર 228 કિમી દૂર સ્થિત આ સુંદર હિલ સ્ટેશનમાં યેલાગિરીના સૌથી ઊંચા શિખર સ્વામી મલાઈને જોઈ શકે છે. તમે નીલાવુર તળાવ અથવા પુંગનુર તળાવમાં નૌકાવિહાર કરીને બપોરનો આનંદ માણી શકો છો અને જંગલની ટેકરીઓમાં સૂર્યાસ્ત પણ જોઈ શકો છો.
અહીં 300 વિદેશી પક્ષીઓની પ્રજાતિઓનું ઘર, ફન્ડેરા પાર્ક પણ આવેલું છે. તે જ સમયે, જલગંડેશ્વર મંદિર પણ સ્થિત છે. આ ઉપરાંત, વેણુ બાપુ વેધશાળામાં ટેલિસ્કોપ દ્વારા ખગોળીય વસ્તુઓનો આનંદ માણી શકો છઓ.