- મહારાષ્ટ્રમાં પૂણેમાં ટ્રેનર વિમાન ક્રેશ
- વિમાનના થયા બે ટૂકડા
- મહિલા રાયલોટનો બચાવ
મુંબઈઃ- આજે સોમવારની સવારે 11 વાગ્યેને 30 મિનિટે એક ટ્રેનર વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે, પ્રાપ્ત જાણકારી પ્રમાણે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઈન્દાપુર તાલુકાના કડબનવાડી ગામમાં સોમવારે સવારે શંકાસ્પદ વીજ ખોટને કારણે એક નાનુ તાલીમ વિમાન એક ખુલ્લા ખેતરમાં ક્રેશ થઈને પડ્યું હતું. અધિકારીઓએ સોમવારે અહીં જણાવ્યું હતું કે, 22 વર્ષીય મહિલા તાલીમાર્થી પાઇલટને ઇજા પહોંચી છે.આ ઘટનામાં વિમાન ના બે ટૂકડાઓ થયા છે,
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને આપેલી જાણકારી પ્રમાણં આજ રોજ, “25 જુલાઈના રોજ, કાર્વર એવિએશન સેસના 152 એરક્રાફ્ટ VT-ALI એ સોલો ક્રોસ કન્ટ્રી ફ્લાઇટમાં ક્રેશ લેન્ડિંગ થતા પહેલા શંકાસ્પદ પાવર લોસને કારણે ક્રેશ થવાની ઘટના બની હતી.
આ ઘટનામાં 22 વર્ષની મહિલા પાઈલટને ઈજા થવાની ઘટના સામે આવી હતી હતી. જોકે, સદનસીબે તેને વધારે ઈજા થઈ ન હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિય.લ મીડિયા પણ વાયરલ થી રહ્યો છે
આ સાથે જ જણાવાઈ રહ્યું છે કે આ ટ્રેનર વિમાન જે સમયે ખેતરમાં પડ્યું તે સમયે નજીકમાં ખેડૂતો કાર્ય કરી રહ્યા હતા ઘટનાને જોઈને ખેડૂતો પણ ડરી ગયા હતા,શંકાસ્પદ એન્જિનની ખામીને કારણે વિમાન ક્રેશ થયું હતું. કાર્વર એવિએશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી.
પીડિતાની ઓળખ ટ્રેઇની-પાયલોટ ભાવિકા રાઠોડ તરીકે થઈ હતી, જેને આ ઘટનામાં સામાન્ય ઈજાઓ થઈ હતી. તેણીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને પછી સારવાર માટે શેગાંવની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.