Site icon Revoi.in

સુદાનમાં પેસેન્જરન વિમાન અકસ્માતનો શિકાર બન્યું ,સૈન્યકર્મી સહીત 9 લોકોના મોત

Social Share

દિલ્હીઃ દેશમાં અને દેશની બહાર વિદેશમાં અનેક વખત વિમાન સાથે દૂર્ઘટના  બનવાના સમાચારો સામે આવતા રહેતા હોય છે ત્યારે સુડાનમાં એક વિમાન સાથે દુર્ઘટના સર્જાય હોવાની માહિતી મળી રહી છે આ ઘટના સામાન્ય ન હતી આ ઘટનામાં 2 સેન્ય કર્મીઓ સહીત 9 લોકોના મોતના એહવાલ સામે આવ્યા છે.

રવિવારના રોજ યુદ્ધના 100મા દિવસે સુદાનના ભાગોમાં અથડામણો ભડકી ઉઠી હતી કારણ કે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શક્તિઓ દ્વારા મધ્યસ્થી પ્રયાસો વધુને વધુ અવ્યવસ્થિત સંઘર્ષમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવામાં નિષ્ફળ ગયા હતા.આ સ્થિતિ વચ્ચે રવિવારે જ બીજી ઘટના સામે આવી છે જ્યાં પોર્ટ સુદાન એરપોર્ટ પર એક નાગરિક વિમાન ક્રેશ થયું હતું,

પ્રાપ્ત વિગત પ્રમાણે  આ ઘટના વિતેલા દિવસે બની હતી જેમાં સુડાન  એરપોર્ટ પર એક નાગરિક વિમાન ક્રેશ થયું, જેમાં ચાર સૈન્ય કર્મચારીઓ સહિત 9ના મોત થયા. સુદાનની સેનાએ એક નિવેદન જારી કરીને અકસ્માતની જાણકારી આપી હતી. સેનાએ જણાવ્યું કે અકસ્માતમાં એક બાળકીનો જીવ બચી ગયો.

આથી વિશેષ સુદાનની સેનાએ માહિતી આપી હતી કે પ્લેન ક્રેશ થતા પહેલા એન્ટોનોવ ઉડી રહ્યો હતો અને તેમાં ખામી સર્જાઈ હોવાનું જણાયું હતું, ત્યારબાદ પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ વર્ષે 15 એપ્રિલથી સુદાનમાં સશસ્ત્ર દળો અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચે લડાઈ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ત્યારથી જ પોર્ટ સુદાન વિદેશીઓ, રાજદ્વારી મિશનના સભ્યો અને ઉત્તર આફ્રિકન દેશમાંથી ભાગી રહેલા કેટલાક સુદાનના નાગરિકો માટે એક્ઝિટ પોઇન્ટ બની ગયું છે.

ઉલ્લેખનીય છે કે સુદાનમાં ગૃહયુદ્ધના રવિવારે  100 દિવસ થયા હતા. આ અંગે સુદાનના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1136 લોકોના મોત થયા છે. જો કે, અન્ય મોનિટર માને છે કે મૃત્યુઆંક ઘણો વધારે હોઈ શકે છે કારણ કે ઘણા મૃત્યુ નોંધાયા નથી.