રશિયામાં લેન્ડિંગ વખતે પ્લેન ક્રેશ થતા 28 યાત્રીઓના મોત- ગુમથયેલા વિમાનનો સમુદ્ધથી 5 કિ.મી દૂર કાટમાળ મળી આવ્યો
- રશિયામાં વિમાન ક્રેશ થતા 28 લોકોએ જીવ ગુમાન્યા
- લેન્ડિંગ વખતે બની ઘટના
- પ્લેનમાં સવાર તમામ યાત્રીઓના મોત
- 28 યાત્રીઓ પ્લેનમાં સવાર હતા
દિલ્હીઃ- પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ રશિયામાં એક પ્લેનનો સંપર્ક કંટ્રોલ રુમ સાથે ઓખળવાયો હતો, ત્યાર બાદ પ્લેનના લેન્ડિગ થતા સમયે પ્લેન ક્રેસ થવાની ઘટના બનવા પામી હતી, વિતેલા દિવસને ,મંગળવારે લાપતા વિમાનનો કાટમાળ વિમાન મથકના રનવેથી 5 કિમી દૂર પૂર્વીય ક્ષેત્રના દરિયાઈ વિસ્તારમાંથી મળી આવ્યો હતો, જ્યાં વિમાન લેન્ડ થવાનું હતું તે એરપોર્ટના રનવેથી 5 કિલોમીટર દૂર હતું. રશિયન મીડિયા અહેવાલો પ્રમાણે વિમાનમાં સવાર 28 લોકોમાંથી કોઈ પણ આ દુર્ઘટનામાં બચી શક્યું નથી.
કામચાત્કાના ગવર્નર વ્લાદિમીર સોલોદોવએ ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે વિમાનનો મુખ્ય ભાગ બીચ નજીકના વિસ્તારમાંથી મળી આવ્યો હતો, જ્યારે તૂટેલો ભાગનો બાકીનો હિસ્સો દરિયાકાંઠે આવેલા દરિયામાં મળી આવ્યો હતો.
આ ક્રેશ થયેલ વિમાન કામચાત્કા એવિએશન એન્ટરપ્રાઇઝ કંપનીનું હતું. રશિયન રાજ્ય સમાચાર એજન્સી ટાસના સમાચાર અનુસાર, વિમાન 1982 થી સેવામાં હતું. કંપનીના ડિરેક્ટર એલેક્સી ખાબારોવે ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીને કહ્યું કે ટેક-ઓફ કરતા પહેલા વિમાનમાં કોઈ તકનીકી ખામી નથી.
સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. કામચાત્કા એવિએશન એન્ટરપ્રાઇઝના ડેપ્યુટી ડિરેક્ટર સર્જેઈ ગોર્બે જણાવ્યું હતું કે વિમાન એક દરિયાઈ પથ્થર સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું