Site icon Revoi.in

કચ્છમાં પોષણ અભિયાન હેઠળ હેન્ડ વોશ કેમ્પેઈનનું આયોજનઃ 34122 કિશોરીએ લીધો ભાગ

Social Share

અમદાવાદઃ કુપોષણ ને દુર કરવાનું અભિયાન એટલે પોષણ અભિયાન. આ અભિયાન સપ્ટેમ્બર માસમાં ઉજવીએ છીએ ત્યારે થીમ મુજબ સંકલિત બાળ વિકાસ યોજના (icds) આઈ.સી.ડી.એસ વિભાગમાં કામગીરી કરવામાં આવી રહી છે.  માનવીને પૂરતા પોષણ ની સાથે સાથે સ્વચ્છ રહેવું પણ જરૂરી છે તો જ તે સ્વસ્થ જીવન જીવી શકે  આ માટે પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસના દરેક શુક્રવારે આંગણવાડી કેન્દ્ર પર પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન એચ ચૌહાણની સુચના મુજબ અને CDPOની મદદથી  વર્કર દ્વારા “હેન્ડ વોશ કેમ્પેઈન” ચલાવવામાં છે. આ કેમ્પઇન કચ્છની 2116 આંગણવાડીમાં થયું હતું  જેમાં 34122  જેટલી કિશોરીઓ અને 10520 જેટલા બાળકો એ ભાગ લીધેલ

હેન્ડ વોશ કેમ્પેઈનમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓ ભાગ લે છે જેમાં તેમને સ્વસ્થ રહેવા માટે જરૂરી એવી મુખ્ય આદત હાથ ધોવાની પદ્ધતિ શીખવાડવામાં આવે છે અને યોગ્ય રીતે હાથ ધોવાથી થતા ફાયદા બાબતે સમજ આપવામાં આવે છે. જેમ કે યોગ્ય રીતે  હાથ ધોવાથી હાથમાં રહેલ કીટાણું નાશ પામે છે. કોરોના કાળમાં કોઈ પણ વ્યક્તિ ના સંપર્કમાં આવ્યા પછી હાથ ને સ્વચ્છ કરવા જરૂરી બન્યું છે ત્યારે હાથ ધોવાની પદ્ધતિની લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. આ માટે લાભાર્થીને વર્કર  દ્વારા ડેમો બતાવવામાં આવે છે જેમાં પ્રથમ સ્વચ્છ પાણી અને સાબુ/લીક્વીડ લઇ સાત સ્ટેપમાં ૬૦ સેકન્ડ સુધી હાથ ધોવાની સમજ આપે છે. જેમાં આગળ-પાછળ, હાથની બધી આંગળીઓની વચ્ચે તેમજ કાંડા સુધી બને હાથ એકબીજા સાથે ઘસીને ધોવાના હોય છે.  આ કેમ્પઇન કચ્છની ૨૧૧૬ આંગણવાડીમાં થયું હતું  જેમાં ૩૪૧૨૨ જેટલી કિશોરીઓ અને ૧૦૫૨૦ જેટલા બાળકો એ ભાગ લીધેલ. જેમાં લાભાર્થીએ કેન્દ્ર ખાતે ડેમો જોઈ યોગ્ય રીતે હાથ ધોવાનો અભ્યાસ કરેલ છે એમ કાર્યકર નિહારીકાબેન પુજારા જણાવે છે.