ભારતમાં જ્યારે પણ ફરવાની વાત આવે ત્યારે લોકોની પાસે અનેક પ્રકારના વિકલ્પ હોય છે, આ કારણે ક્યારેક તો તેઓ મૂંઝવણમાં પણ આવી જતા હોય છે. પણ હવે જે લોકો ખાસ કરીને બાઈક કે ગાડી લઈને ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તે લોકો માટે આ જગ્યા સૌથી બેસ્ટ બની શકે છે. કારણ કે આ પ્રવાસ એવો છે કે જેમાં અલગ પ્રકારનો જ અનુભવ થશે.
સૌથી પહેલા જો વાત કરવામાં આવે મુંબઈથી ગોવા સુધીના હાઈવેની તો, મુંબઈ અને ગોવા આ બંન્ને માત્ર ભારત નહિ પરંતુ વિદેશી લોકો માટે પણ હોટ ફેવરિટ સ્થાન છે. રોડ ટ્રિપ દ્વારા મુંબઈ થી ગોવા 2 રીતે જઈ શકાય છે. તમે મુંબઈ -પુણે એક્સપ્રેસ વેની મદદથી કોલ્હાપુર થઈ ગોવા જઈ શકો છો. જો તમે રોકાયા વગર મુસાફરી કરવા માંગો છો તો નેશનલ હાઈવે 66 થી જઈ શકો છો. તમે ઈચ્છો તો આ રોડ પસંદ કરી શકો છો. બંન્ને ખુબ સુંદર છે.
સુંદરતા મામલે કાશ્મીર કોઈથી ઓછું નથી.ઉધમપુર થી શ્રીનગરની રોડ ટ્રિપ ખુબ સુંદર છે. બસમાં ટ્રાવેલિંગ કરતી વખતે તમે શાનદાર વાદીઓ નિહાળી શાંતિનો અહેસાસ કરી શકો છો. 7 કલાકના આ સફરમાં તમને એવું થશે કે, બસ આ રસ્તો આમ જ ચાલ્યા કરે.
રાજસ્થાન જવાનું સૌ કોઈનું સપનું હોય છે. અહિ તમે રસ્તા પર દોડતી ગાડી અને આજુબાજુ રસ્તા પર રણનો નજારો જોવા મળશે.