1. Home
  2. ગુજરાતી
  3. પર્યાવરણનું રક્ષણ અને લોકોના ઉત્સાહને વધારતા પ્લાન્ટેબલ સીડ ક્રેકર, જાણો તેના વિશે….
પર્યાવરણનું રક્ષણ અને લોકોના ઉત્સાહને વધારતા પ્લાન્ટેબલ સીડ ક્રેકર, જાણો તેના વિશે….

પર્યાવરણનું રક્ષણ અને લોકોના ઉત્સાહને વધારતા પ્લાન્ટેબલ સીડ ક્રેકર, જાણો તેના વિશે….

0
Social Share

ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ફટાકડા ફોડીને દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત આપણા દેશમાં શુભપ્રસંગોમાં ફટાકડા ફોડીને લોકો પોતાની ખુશી વ્યક્ત કરે છે. બીજી તરફ પ્રદુષણને લઈને અવારનવાર ચર્ચા થાય છે. તો લોકો પર્યાવરણના રક્ષણ માટે શુભપ્રસંગે સીડ ક્રેકરનો વિકલ્પ ઉપલબ્ધ થયો છે. જેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

દિવાળીના સમયે દેશભરમાં એક સાથે ફટાકડા ફોડવાથી હવામાં મિથેન અને બ્લેક કાર્બનના રજકણો ફેલાય છે, જે સીધા જ મનુષ્ય તેમજ પશુ પક્ષીના અંગોને નુકસાન પહોંચાડે છે. મનુષ્યના શ્વાસમાં ફટાકડાનો ઝેરી ધુમાડો જવાથી ફેફસાના કેન્સર, હૃદયની બીમારી, કીડની, લીવરની બીમારી માનસિક તકલીફ તેમજ નર્વ સિસ્ટમમાં ખામી સર્જાય છે. એક જ સમયે ફૂટતા અસંખ્ય ફટાકડાને લીધે રાજધાની દિલ્હી સહિતના દેશનાં મહાનગરોમાં અને નગરોમાં વાયુ અને અવાજનું પ્રદુષણ બેકાબૂ બને છે. એર ક્વોલીટી ઇન્ડેક્સ ખૂબ જ ઊંચો જાય છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઇ 7 નવેમ્બર 2023 માં સુપ્રીમ કોર્ટે દેશભરમાં ઝેરી વાયુ ઓકતાફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે વાયુ પ્રદુષણ થી બચવા કેટલાક ઇનોવેટિવ આઈડિયાઝ પણ આવી રહ્યા છે. જેનાથી ક્લાઈમેટ ચેન્જની પરિસ્થિતિમાં સુધારો થાય છે. રહેવા લાયક વાતાવરણનું નિર્માણ થાય છે. પર્યાવરણને અનુકૂળ સ્થિતિ લાંબાગાળા સુધી જળવાઈ રહે છે. અને તે માટે શોધ થઈ છે પ્લાન્ટેબલ સીડ ક્રેકરની.

પ્લાન્ટેબલ સિડ ક્રેકર એટલે એવા ફટાકડા કે જે દેખાવમાં બિલકુલ ફટાકડા જેવા જ હોય પરંતુ તે ફોડવાને બદલે તેને જમીનમાં રોકવામાં આવે છે, તે ફટાકડાની અંદર જુદા જુદા ફળ ફૂલ કે શાકભાજીના બીજ હોય છે, અને આમ ફટાકડા માંથી વનસ્પતિ તૈયાર થાય છે, આમ ફટાકડા નો આનંદ પણ લઈ શકાય અને પર્યાવરણની જાળવણી પણ થાય તે માટેનો નવતર પ્રયોગ સૌપ્રથમ વર્ષ 2016 માં બેંગ્લોર થી શરૂ થયો હતો ત્યારે આજે એવા ઘણા પરિવાર છે કે જે દિવાળીમાં આ રીતે ફટાકડા ફોડતા નથી વાવે છે. મિત્રો નાનો પરંતુ ખૂબ જ ફાયદાકારક કહી શકાય ખાસ કરીને પર્યાવરણની જાળવણી માટે તેઓ આ કોન્સેપ્ટ આપણે ચોક્કસથી આપણી નવી પેઢીને આપી શકીએ છીએ. હવે આ પ્રકારના પ્લાન્ટેબલ સિડ ક્રેકર બજારમાં વેચાતા પણ મળે છે અને ઓનલાઇન ઓર્ડરથી પણ શકાય છે. તો તમને આ નવો કોન્સેપ્ટ કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટમાં જણાવશો

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code