Site icon Revoi.in

એક પેડ માં કે નામ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 80 કરોડથી વધુ રોપાઓનું વૃક્ષારોપણ

Social Share

નવી દિલ્હીઃ પર્યાવરણના રક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી એક પેડ માં કે નામ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 80 કરોડથી વધુ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

ઉત્તરપ્રદેશે આશરે 26 કરોડથી વધુ વૃક્ષારોપણ કરીને આ ઝુંબેશમાં સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. કેન્દ્રિય વન અને પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મિડિયા ઉપર આ માહીતી આપી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશ રાજયને આ ઝુંબેશમાં મોખરાનું સ્થાન અપાવવા માટે રાજયના નાગરિકોનો આભાર માન્યો છે.