Site icon Revoi.in

વન વિભાગના વિસ્તારમાં નુકશાનકારક કોનોકાર્પસના રોપાનો ઉછેર નહીં થાય

Social Share

અમદાવાદઃ રાજ્યમાં વન વિભાગની નર્સરીઓમાં અને વન વિભાગના વિસ્તારમાં નુકશાનકારક કોનોકાર્પસના રોપા ઉછેર ન કરવા વન વિભાગે આદેશ આપ્યો છે. તેમજ રાજ્યમાં ખાનગી ધોરણે પણ કોનોકાર્પસના વાવેતર ઉછેર પર પ્રતિબંધ લગાવવા માટે પણ વન વિભાગે દરખાસ્ત તૈયાર કરી છે.

વિદેશી પ્રજાતિ કોનોકાર્પસ થી પર્યાવરણ અને માનવજીવન ઉપર નકરાત્મક અસરો ગેરફાયદાઓને લઈને નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે કોનોકાર્પસના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે  ઘણા સંદેશાવ્યવહાર કેબલ, ઘણી ડ્રેનેજ લાઇન અને તાજા પાણીની વ્યવસ્થાને નુકશાન પહોંચાડે છે. તેમજ કોનોકાર્પસના પરાગરજકોના કારણે નાગરીકોમાં શરદી, ઉધરસ, અસ્થમા, એલર્જી રોગો થવાની શકયતા છે.

ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. પર્યાવરણમાં સુધારો લાવવા માટે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં વૃક્ષારોપણની સાથે સાફ-સફાઈને લઈને અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પર્યાવરણની જાળવણીને લઈને મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, એટલું જ નહીં વન વિસ્તાર ઉભો કરવામાં આવી રહ્યો છે.