Site icon Revoi.in

અમદાવાદ રેલવે ડિવિઝનના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ઘટાડો કરાયો

Social Share

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને લીધે હવે ટ્રાન્સપોર્ટેશન સેવા પણ મોંધી બની રહી છે. જાહેર પરિવહન સેવામાં પણ ટિકિટ વધારા કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે અમદાવાદ ડિવિઝન હેઠળના રેલવે સ્ઠેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો કરતા લોકોને રાહત થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના કાળમાં રેલવે સ્ટેશનમાં ભીડ ઓછી કરવા માટે રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. રેલવેએ પ્લેટફોર્મમમાં ઓછા લોકો ભેગા થાય એટલે પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 30 રૂપિયા કરી દીધો હતો. પરંતુ હવે કોરોનાના કેસ ઘટી ગયા છે અને સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. એટલે રેલવેએ ફરી પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે  7 એપ્રિલથી અમદાવાદ મંડળના તમામ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ ઘટી જશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ રેલવે મંડળે સાત એપ્રિલથી પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. પહેલાં કોરોનાને ધ્યાનમાં રાખી પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 30 રૂપિયા કરવામાં આવ્યો હતો. પરંતુ 7 એપ્રિલ ગુરૂવારથી પ્લેટફોર્મ ટિકિટનો ભાવ ઘટીને 10 રૂપિયા કરવામાં આવ્યો છે. આ નિયમ અમદાવાદ મંડળના તમામ રેલવે સ્ટેશન પર લાગુ પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પેસેન્જર એસો. દ્વારા પણ રેલવેના ટિકિટના ભાવ ઘટાડવા માટે રજુઆત કરવામાં આવી હતી. કારણ કે કોરોનાને લીધે રેલવે સ્ટેશનો પર ભીડ ન થાય તેવા હેતુથી પ્લાટફોર્મ ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે પ્લેટફોર્મ ટિકિટના દરમાં ત્રણગણો વધોરો કરી દેવાયો હતો. હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે. એટલે કે કોરોનાના ત્રીજા કાળે વિદાય લઈ લીધી છે. સરકારે નિયંત્રણો પણ ઉઠાવી લીધા છે ત્યારે રેલવે પેસેન્જર એસોએ પ્લેટફોર્મના ટિકિટના દરમાં ઘટાડો કરવાની માગ કરવામાં આવી હતી.આખરે રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મના ટિકિટના દરમાં ગટાડો કરવામાં આવ્યો છે.