દિવાળીના તહેવાર પર દેશના આ શહેરોના રેલ્વે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરો વધ્યા
- દિવાળઈના પ્રવ પર પ્લેટફોર્મ ટિકિટના દરો વધ્યા
- અનેક રેલ્વે સ્ટેશનો પર યાત્રીઓની ભારે ભીડ
દિલ્હીઃ- દેશભરમાં દિવાળઈના તહેવારની ધામધૂમ પૂર્વક તૈયારીઓ જોવા મળી રહી છે, બહાર રહેતા લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે જેના કારણે રેલ્વે સ્ટેશન અને બસ સ્ટોપ પર યાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે જો કે દિવાળીના પર્વ પર જ દેશના કેટલાક રેલ્વે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરોમાં વધારો પણ કરાયો છે
પ્રાપ્ત વિગત પ્રમાણે પશ્ચિમ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કર્યો છે. શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં, રેલ્વે વિભાગે જણાવ્યું હતું કે રેલ્વે સ્ટેશનો પર તહેવારોની મોસમની ભીડને ધ્યાનમાં રાખીને અને રેલ્વે પરિસરમાં મુસાફરોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે, પશ્ચિમ રેલ્વેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દર હવે રુપિયા 10 થી વધારીને રુપિયા 50 કરવામાં આવ્યા છે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ટિકિટના આ દરોનો વધારો આ 31મી ઓક્ટોબર સુધી લાગુ રહેશે. જે રેલવે સ્ટેશનો પર પ્લેટ ફોર્મના ભાવમાં વધારો થયો છે તેમાં મુંબઈ સેન્ટ્રલ, દાદર, બોરીવલી, બાંદ્રા ટર્મિનસ, વાપી, વલસાડ, ઉધના અને સુરતનો સમાવેશ થાય છે.
આ સાથે જ પશ્ચિમ રેલવેનું કહેવું છે કે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો થવાથી રેલવે સ્ટેશનો પર બિનજરૂરી ભીડ ઘટાડવામાં મદદ મળશે.ભીડને નિયંત્રણમાં લાવવા માટે રેલ્વે એ આ ખાસ નિર્ણય લીધો છે.