- દિલ્હીમાં સ્ટેશનો પર ભીડ ઓછી કરવાની કવાયત
- પ્લેટ ફોર્મ ટિકિટનો દર વધારાયો
દિલ્હીઃ- હાલ જ્યારે દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ઘીમી પડતી જોવા મળી રહી છે ત્યારે અનેક પ્રતિબંધોમાં પણ ઢીલ મૂકવામાં આવી છે , આવી સ્થિતિમાં કેટલીક જગ્યાઓ પર ભીડ વધુ એકઠી થઈ રહી છે,ત્યારે હવે હવે ઉત્તર રેલ્વેએ દિલ્હી વિભાગના આઠ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટોના વેચાણને મંજૂરી આપી દીધી છે.જો કે આ સ્ટેશનો પર ભીડ વધુ એકઠી ન થાય માટે ટિકિટના દરમાં વધાર કરવામાં આવ્યો છે.
મેરઠથી મળતી માહિતી પ્રમાણે હવે રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ 30 રૂપિયામાં મળશે. ઉત્તર રેલ્વેના જનરલ મેનેજરે શનિવારે કોવિડ -19 ની સમીક્ષા કરતી વખતે આ આદેશ આપ્યો છે. સ્ટેશન પર ભીડ ઓછી કરવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સાથે જ કહેવામાં આવ્યું છે કે,મુસાફરોની સાથે જતા પરિવારના સભ્યોએ પ્લેટફોર્મની ટિકિટ લેવી આવશ્યક છે. તપાસમાં જો કોઈ ટિકિટ વિના મળી આવે તો દંડનીય કાર્યવાહી તેમના સામે કરવામાં આવશે. સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ ખરીદવી ફરજિયાત રહેશે.આ સાથએ જ થોડા જદિવસોમાં જ માંગ પ્રમાણે અન્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ અંગે નિર્ણય લેવામાં આવશે.
આ નિયમ તાત્કાલિક ઘોરણે લાગુ કરવામાં આવ્યો છે. સ્ટેશનો ઉપર ખાસ દેખરેખ રાખવા ચેકીંગ સ્ટાફને સુચના આપવામાં આવી છે. જેને ધ્યાનમાં લઈને સ્ટેશન પર કોઈ ભીડ નરહે તે માટે આ નિર્ણય લેવાયો છે.જેથી કોરોનાની સ્થિતિ પર કંટ્રોલ કરી શકાય.
જ્યા હવે પ્લેટ ફઓર્મ ટિકિટ ખરીદવાની ફરજીયાત બની છે તેવા આ સ્ટેશનોમાં નવી દિલ્હી, દિલ્હી જંકશન, હઝરત નિઝામુદ્દીન, આનંદ વિહાર ટર્મિનલ, મેરઠ સિટી, ગાઝિયાબાદ, દિલ્હી સરાય રોહિલા અને દિલ્હી છાવનીનો સમાવેશ થાય છે. જો કે, વધારે ભીડને રોકવા માટે ટિકિટની કિંમત 30 રૂપિયા કરી દેવામાં આવી છે.