Site icon Revoi.in

ગુજરાતમાં કાલે ગુરૂવારથી પ્લે હાઉસ અને આગણવાડીઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારે મોટાભાગના નિયંત્રણો હળવા કરી દીધા છે. ધો,1થી9ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણને મંજુરી આપ્યા બાદ હવે આંગણવાડીઓ, પ્લેહાઉસ અને બાલમંદિરો ખોલવાની મંજુરી અપાતા આવતી કાલ તા. 17મીને ગુરૂવારથી વાલીઓની સંમતિ સાથે ભૂલકાઓનું શિક્ષણકાર્ય ફરીથી શરૂ થશે.

રાજ્યમાં કોરોનાને લીધે સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ છે. છેલ્લાબે વર્ષ થી બંધ પડેલા પ્લે હાઉસ, નર્સરી,આંગણવાડી ફરીથી આવતી કાલે ગુરૂવારથી બાળકોના કલરવથી ગુંજી ઉઠશે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં 17મી ફેબ્રુઆરીથી આંગણવાડી અને પ્રિ સ્કૂલને પ્રારંભ કરવાનો સરકારે નિર્ણય લીધો છે ત્યારે કોરોનાની ગાઈડ લાઈન સાથે વાલીઓની સંમતિ સાથે આવતીકાલથી આંગણવાડીઓ અને પ્રિ સ્કૂલ  ભૂલકાઓથી  ભરાય જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર હળવી થતાં ગત સપ્તાહથી થી ધોરણ 1થી 9ના ક્લાસ શરૂ કરી દેવાયા છે અને હવે આવતીકાલથી રાજ્યભરના પ્લે હાઉસ અને નર્સરી ખુલી જતા ફરીથી રાબેતા મુજબ શિક્ષણકાર્ય શરૂ થઈ જશે. કોરોના ના કેસ હળવા થયા છે પરંતુ હજી કોરોના ગયો નથી આથી શિક્ષણ મંત્રી દ્વારા પણ બાલમંદિર,પ્લે હાઉસ અને આંગણવાડીમાં સંચાલકોની તાકીદ કરી છે કે સરકારે શાળાઓ માટે બહાર પાડેલી કોરોનાની ગાઇડ લાઇનનો ચુસ્તપણે અમલ થાય. જેના માટે તંત્રની ટીમ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે. બે વર્ષથી ભેંકાર પડેલા પ્લે હાઉસ અને બાલમંદિર ફરી બાળકોની ચિચિયારી અને કલરવથી ગુંજી ઉઠશે.

આ બાબતે સરકારની સંચાલકો સાથે મળેલી મિટિંગમાં તાકીદ કરવામાં આવી હતી કે કોરોનાની એસ ઓ પી નું ચુસ્ત પાલન કરવામાં આવે અને વાલીઓને સંમતિ લેવામાં આવે. આ ઉપરાંત ધોરણ એકમાં પ્રવેશ લેતા બાળકોનો  શૈક્ષણિક પાયો નબળો રહી ન જાય તે માટે ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવશે. કોરોના ના લીધે પછી ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતું જે હવે ધીમે ધીમે શરૂ કરવામાં આવતા બધું રાબેતા મુજબ શરૂ થઈ જશે.(file photo)