- વુમેન્સ પ્રીમિયર લીગની હરાજી
- સ્મૃતિ મંધાના સૌથી મોંધી ખેલાડી બની
મહિલા આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી આજે મુંબઈમાં યોજાઈ હતી. હરાજી માટે વિશ્વભરમાંથી 409 મહિલા ખેલાડીઓ શઓર્ચલીસ્ટ થયા હતા છે. મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આ હરાજી યાજાઈ BCCI પ્રથમ વખત તેનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ લીગ આવતા મહિને એટલે કે માર્ચમાં શરૂ થશે.
સ્મૃતિ મંધાના ઉદઘાટન વુમન્સ પ્રીમિયર માટે યોજાયેલી હરાજીમાં સૌથી વધુ વેચાતી ખેલાડી હતી અને ભારતીય વાઇસ-કેપ્ટનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા 3.40 કરોડમાં ખરીદી હતી, જેમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સને હરાવી હતી
સ્મૃતિને ખરીદવા માટે RCB અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે યુદ્ધ થયું હતું અને અંતે RCBએ જીતીને સ્મૃતિને 3.40 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી. લેડી વિરાટના નામથી જાણીતી અને ઓળખાતી સ્મૃતિની ખુશીથી ઝિમી ઉઠી હતી.
આ સાથે જ ટીમ ઈન્ડિયાની ખેલાડી દીપ્તિ શર્માની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા હતી. તેને યુપી વોરિયર્સે 2.60 કરોડ રૂપિયામાં ખરીદી છે.હરમનપ્રીત કૌરની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. તેને મુંબઈ ઈન્ડિયન્સે 1.80 કરોડ રૂપિયામાં ખરીદી છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે એ મહિલા ક્રિકેટ માટે આ વર્ષથી વુમન પ્રીમિયર લીગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 4 માર્ચથી મહિલા પ્રીમિયર લીગની શરૂઆત થવાની છે. પ્રથમ સીઝનમાં કુલ પાંચ ટીમો વચ્ચે આ ટૂર્નામેન્ટ રમાશે. મહિલા પ્રીમિયર લીગમાં અમદાવાદની પણ ટીમ પણ સામેલ છે. આ ટીમને અદાણી ગ્રુપ દ્વારા ખરીદવામાં આવી છે.