Site icon Revoi.in

શંખ વગાડવાથી પણ આરોગ્યને એક રીતે થાય છે ગજબનો છે ફાયદો, જાણો કઈ રીતે

Social Share

આપણે સૌ કોઈએ અનેક  મંદિરોમાં શંખ વગાડતા પૂજારીઓ જોયા હશે,હિન્દુ ધર્મમાં પૂજા પછી શંખ વગાડવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં પણ શંખનો અવાજ આવે છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ બને છે. ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે. આ તો શંખ સાથે જોડાયેલા ધાર્મિક પાસાઓ છે, પરંતુ તેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા છે.

સ્નાયુઓ બને છે મજબૂત

શંખ વગાડવાથી શરીરના દરેક અંગની માંસપેશીઓ મજબૂત બને છે. જો તમે દરરોજ શંખ વગાડશો તો તમારી નિયંત્રણ શક્તિ વધે છે.  ગરદન અને પગના સ્નાયુઓ પણ મજબૂત થાય છે.

ફેંફસાને લગતી સમસ્યાઓમાં રાહત મળે છે

શંખ વગાડવાથી  ફેફસામાં હવા ભરાતી રહે છે અને બહાર આવતી રહે છે. આનાથી ફેફસાંને સારી કસરત મળે છે અને અસ્થમા, એલર્જી કે શ્વાસ લેવામાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.આટલું જ નહીં, થાઇરોઇડ ગ્રંથિ પણ સક્રિય રહે છે.

સ્કિનની સમસ્યાઓ પણ દૂર થાય છે

જો તમારી ત્વચા પર કરચલીઓ દેખાવા લાગી હોય તો શંખ વગાડવો. શંખ ફૂંકીને ચહેરાની કસરત કરવામાં આવે છે. તેનાથી ચહેરા પર મસાજ થાય છે અને ત્વચામાં ચુસ્તતા અને ચમક આવે છે.

હાથ પગની નસો માટે ફાયદા કારક

શંખ ફૂંકવાથી નસોના અવરોધો ખુલે છે અને હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા જોખમો દૂર થાય છે.

તણાવ દૂર થાય છે

શંખ વગાડવાથી તણાવ તો દૂર થાય જ છે, સારા હોર્મોન્સ પણ બહાર આવવા લાગે છે. તે જ સમયે, તે મગજને સક્રિય બનાવે છે.

કેલ્શિયમની ઉણપ ઘટશે

શંખ કેલ્શિયમથી બનેલો હોય છે અને જો તમે આખી રાત તેમાં પાણી રાખી તેને પી લો અથવા બીજા દિવસે તેની માલિશ કરો તો તેનાથી ત્વચા સંબંધિત સમસ્યા દૂર થાય છે અને શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થાય છે.