દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી દિવસોમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાવવાની છે. જેની ઉપર ભારત સહિત દુનિયાભરમાં ક્રિકેટ પ્રેમીઓની નજર છે. દરમિયાન ન્યૂઝીલેન્ડના પૂર્વ બેસ્ટમેન રિચર્ડસને હાલની ભારતીય ટીમના વખાણ કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, ભારતની વિરુદ્ધ ક્રિકેટ રમવું એટલે પોતાના બોસ વિરુદ્ધ ગોલ્ફ રમવા જેવું છે. ફાઈનલમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.
તેમણે એક ઈન્ટરવ્યુહમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી બંને ટીમો એક-બીજા ઉપર ભારે રહી છે. તેમજ વિશ્વ ક્રિકેટમાં બંને ટીમનો દબદબો એક સમાન છે. હું એ જોવા માગુ છું કે, આપ કોની સામે વ્યક્તિગત રૂપે સારુ પ્રદર્શન કરવા કરવા ઈચ્છો છો. હું હાલ ભારતને જોવું છું કે, આ તમારા બોસ સામે ગોલ્ફ રમવા જેવું છે. આપને જીતવાની અનુમતિ છે પરંતુ યોગ્ય રીતે, ન્યૂઝીલેન્ડની ધરતી ઉપર ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડે એકાદ-બે વાર હરાવ્યાં છે. પરંતુ અમે તેમને હરાવ્યાં હોય તેવુ લાગ્યું ન હતું. વિશ્વ ક્રિકેટ ટીમમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારત મહાશક્તિ છે. જેની સામે ન્યૂઝીલેન્ડ અને તેના ખેલાડીઓએ રમવું એક અલગ વાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમ આગામી દિવસોમાં ઈંગ્લેન્ડના પ્રવાસ જશે. જ્યાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમાશે. આ ઉપરાંત ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પણ ક્રિકેટ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ શ્રીલંકામાં યોજાનારો એશિયા કપ કોરોના મહામારીને પગલે સ્થગિત રાખવામાં આવ્યો છે.