Site icon Revoi.in

પીએમ કેયર્સ ફંડમાંથી 500 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે રકમ ફાળવવામાં આવીઃ- ડીઆરડીઓના શીરે જવાબદારી સોંપાઈ

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાના વધતા વ્યાપને લઈને અને ગંભીર સ્થિતિ વચ્ચે કોરોનાને પંહોચી વળવા સરકારે મોટો નિર્ણય લીધો છે અને પીએમ કેયર્સ ફંડમાંથી દેશભરમાં 500 મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે રકમની ફાળવણી કરી છે.રક્ષામંત્રાલયે આ બાબતે માહિતી આપી છે,જણાવ્યું છે કે, આ પ્લાન્ટ ત્રણ મહિનાની અંદર સ્થાપવાની યોજના બનાવાઈ  છે. ડીઆરડીઓ મે ના પ્રથમ અઠવાડિયામાં જ દિલ્હીની આસપાસ પાંચ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે.

આ બાબતને લઈને રક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે, આ પ્લાન્ટ ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ટ્રોમા સેન્ટર, ડો,રામ મનોહર લોહિયા હોસ્પિટલ, સફદરજંગ હોસ્પિટલ, લેડી હાર્ડિંગ મે ડિકલ કોલેજ અને હરિયાણાના એઈમ્સ ઝજ્જરમાં સ્થાપવામાં આવશે.

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર તીવ્ર બની છે. સંક્રમિતોની સંખ્યામાં વધારો થવાને કારણે, ઘણા રાજ્યોની હોસ્પિટલોમાં ઓક્સિજન, આવશ્યક દવાઓ, તબીબી ઉપકરણો અને બેડનો અભાવ વર્તાઈ રહ્યો છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, સમયપત્રક મુજબ, પાંચમાંથી બે પ્લાન્ટના માલનો જથ્થો મંગળવારે દિલ્હી પહોંચી ચૂક્યો છે, અને એઈમ્સ અને આરએમએલ હોસ્પિટલમાં પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, આ બંને પ્લાન્ટમાંથી ઉપકરણો ડીઆરડીઓના ટેક્નોલોજી પાર્ટનર ટ્રાઇડેન્ટ ન્યુમેટિક્સ પ્રા.લિ. દ્વારા પૂરી પાડવામાં આવી છે અને 48 પ્લાન્ટ્સ પર ઉપકરણો માટે ઓર્ડર આપવામાં આવ્યા છે. ડીઆરડીઓએ 28 એપ્રિલે કહ્યું હતું કે તે પીએમ-કેયર્સ ફંડ દ્વારા ફાળવવામાં આવતા નાણાંમાંથી આગામી ત્રણ મહિનામાં મેડિકલ ઓક્સિજન માટે 500 પ્લાન્ટ સ્થાપિત કરશે.

ઉલ્લેખનીય છે કે જે રીતે કોરોનાની સ્થિતિ ગંભીર બનતી જોવા મળી રહી છે, તે પ્રમાણે ઓક્સિજનના પ્લાન્ટ સ્થાપિત કરવા ખૂબજ જરુરી છે, અત્યાર સુધી દેશમાં જુદી જુદી હોસ્પિટલોમાં અનેક લોકોએ ઓક્સિજનના અભાવથી જીવ ગુમાવ્યા છે, ત્યારે હવે જરુપરી તબીબી સેવાઓ થકી જ દર્દીઓને રાહત મળી શકે છે.