Site icon Revoi.in

G20ને લઈને PMએ યોજી બેઠક, કહ્યું ‘આ અધ્યક્ષતા દેશની તાકાત દર્શાવવાની એક ખાસ તક છે’

Social Share

દિલ્હીઃ-  ભારતને જી 20 સમ્મેલનની અધ્યક્ષતાની એક સુવર્ણ તક મળી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ તકને એક ખાસ યાદગાર અવસર અને દેશની તાકાત બનાવાની તક માનીને આગળ વધી રહ્યા છે તેઓનો અથાગ પ્રય.ત્ન છે કે દેશના રાજ્યો તમામેતમામ પુરા સહયોગની સાથે આ કાર્યમાં સહભાગી બને ત્યારે પીએમ મોદીે વિતેલા દિવસને શુક્રવારના રોજ આ બાબતે ખાસ બેઠકનું ાયોજન કર્યું હતું.

વિગત પ્રમાણે પીએમ મોદીએ આ બેઠકમાં રાજ્યોના રાજ્યપાલો, મુખ્ય મંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરોની ડિજિટલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. પીએમ મોદીએ આને દેશ માટે વિશ્વ મંચ પર પોતાની તાકાત બતાવવાની તક ગણાવી છે.

તેમણે ટીમ ભાવનાના મહત્વ પર ભાર મૂકતા,  ઇવેન્ટના સંદર્ભમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સહયોગ પણ માંગ્યો હતો. તેમણે કહ્યું કે G-20ની અધ્યક્ષતા પરંપરાગત મેગા મેટ્રોથી આગળ વધીને ભારતના દરેક ભાગની વિશિષ્ટતાને વિશ્વ સમક્ષ લાવવામાં મદદ કરશે. તેમણે કહ્યું, ‘આ રીતે આ ઈવેન્ટ આપણા દેશના દરેક ભાગની વિશિષ્ટતા દુનિયા સમક્ષ લાવશે.’તેમણે સમગ્ર સરકાર અને સમગ્ર સમાજના દૃષ્ટિકોણથી G-20 કાર્યક્રમોમાં લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

ભારતના G-20 અધ્યક્ષપદ અને તેનાથી સંબંધિત વિવિધ કાર્યક્રમો પર આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન દોરતા વડાપ્રધાને કહ્યું કે દેશે આ તકનો ઉપયોગ વેપાર, રોકાણ અને પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપવા માટે કરવો પડશે. તેમણે કહ્યું કે સાથે જ ભારતને એક ‘બ્રાન્ડ’ તરીકે વિકસાવવું પડશે. આ રીતે પીએમ મોદીએ વીડિયો કોન્ફોરન્સથી યોજેલી બેઠકમાં રાજ્યના મંત્રીઓ અને રાજ્યપાલોને અથાગ મહેનત કરવા આહવાન કર્યું અને આ અધ્યક્ષતાને સંપબર્ણ જવાબદારીથી નિભાવવામાં સહોયગની અપીલ કરી.