- PM મોદીએ નાગપુર રેલ્વે સ્ટેશ પરથી વંદે ભારત ટ્રેનને રવાના કરી
- પીએમ મોદીએ બતાવી લીલીઝંડી બતાવી
મુંબઈઃ-વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે અલગ-અલગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા મહારાષ્ટ્ર પહોંચ્યા હતા સાથે જ તેઓ ગોવાની પણ મુલાકાત લેવાના છે.ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ રવિવારે નાગપુર રેલવે સ્ટેશન પર નાગપુર અને બિલાસપુર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ દરમિયાન સીએમ એકનાથ શિંદે પણ અહી હાજર હતા.
પીએમ સવારે જ નાગપુર પહોંચ્યા, જ્યાં તેમણે નાગપુરથી બિલાસપુર વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ પછી તેઓ નાગપુર મેટ્રોના પ્રથમ તબક્કાની શરૂઆત કરશે.
પીએમ નાગપુર મેટ્રોના બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરશે. ઉપરાંત, વિદર્ભમાં એક જાહેર સમારંભમાં, વડા પ્રધાન રૂ. 1 હજાર 500 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.આ સાથે જ પીએમ મોદી નાગપુર-મુંબઈ વચ્ચે બની રહેલા સમૃદ્ધિ હાઈવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કુલ 701 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેમાંથી નાગપુરથી મુંબઈ સુધીના 520 કિલોમીટરના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે. 55,000 કરોડના ખર્ચે બનેલ આ એક્સપ્રેસ વે મહારાષ્ટ્રના 10 જિલ્લાઓ અને અમરાવતી, ઔરંગાબાદ અને નાસિકના મુખ્ય શહેરી વિસ્તારોમાંથી પસાર થશે. એક્સપ્રેસવે નજીકના 14 અન્ય જિલ્લાઓ સાથે કનેક્ટિવિટી સુધારવામાં મદદ કરશે, જેનાથી વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના પ્રદેશો સહિત રાજ્યના લગભગ 24 જિલ્લાઓના વિકાસમાં મદદ મળશે.