1. Home
  2. ગુજરાતી
  3. હમણાં એક પાયલટ પ્રોજેક્ટ થયો છે, હવે રિયલ કરવાનું છે: પીએમ મોદી
હમણાં એક પાયલટ પ્રોજેક્ટ થયો છે, હવે રિયલ કરવાનું છે:  પીએમ મોદી

હમણાં એક પાયલટ પ્રોજેક્ટ થયો છે, હવે રિયલ કરવાનું છે: પીએમ મોદી

0
Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના પ્રસંગે દિલ્હી ખાતેના વિજ્ઞાન ભવનમાં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર પ્રદાન કર્યા હતા. આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે આપણા વૈજ્ઞાનિકોએ દુનિયાને દરેક વખતે આશ્ચર્યચકિત કર્યા છે, પછી ચાહે મંગળયાની વાત હોય અથવા તો પછી અન્ય તકનીકના ક્ષેત્રની વાત હોય. તેની સાથે તેમણે એમ પણ કહી દીધું હતું કે હમણા-હમણા એક પાયલટ પ્રોજેક્ટ પુરો થઈ ગયો છે. હવે રિયલ કરવાનો છે.

પીએમ મોદીનું આ નિવેદન પાકિસ્તાનના બાલાકોટમાં ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન દ્વારા ભારતીય વાયુસેનાના પાયલટને મુક્ત કરવાના એલાન વચ્ચે આવ્યું છે. આ કાર્યક્રમના પ્રારંભે તેમણે ક્હ્યુ હતુ કે તમે તો લેબોરેટરીમા જિંદગી પસાર કરનારા લોકો છો, તમારે અંદર પાયલટ પ્રોજેક્ટ કરવાની પરંપરા હોય છે. તેના પછી આગળ વધો છો. હમણા એક પાયલટ પ્રોજેક્ટ થઈ ગયો છે. હવે રિયલ કરવાનું છે, પહેલા તો પ્રેક્ટિસ હતી.

પીએમ મોદીના નિવેદન પર તાળીઓનો વરસાદ થયો હતો. પીએમ મોદીએ ત્યારે કહ્યુ હતુ કે રિયલ એ છે કે આજના વિજેતાઓ માટે ઉભા થઈને તાળી વગાડવું, પહેલાવાળી પ્રેક્ટિસ હતી, આ રિયલ હતું.

પીએમ મોદી દ્વારા જે પુરસ્કાર વિતરીત કરવામાં આવ્યા, તે ભારતીય વિજ્ઞાન અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ એટલે કે સીએસઆઈઆરના સંસ્થાપક નિદેશક ડૉ. શાંતિસ્વરૂપ ભટનાગરના નામથી આપવામાં આવે છે. વિજ્ઞાનભવનમાં પુરસ્કાર વિતરણ બાદ પીએમ મોદીએ કહ્યુ હતુ કે ભારતીય વૈજ્ઞાનિકોએ હંમેશા માનવતાની ભલાઈ માટે પોતાનું યોગદાન આપ્યું છે. વિજ્ઞાન સાથે જોડાયેલી આપણી સંસ્થાઓને ભવિષ્યની જરૂરિયાતો મુજબ પોતાને ઢાળવી પડશે.

પીએમ મોદીએ એમ પણ કહ્યુ છે કે આપણે આપણી મૌલિક શક્તિઓને જાળવી રાખીને ભવિષ્યના સમાજ અને ઈકોનોમીના હિસાબથી પોતાને ઢાળવા પડશે. હવે આપણા ફાર્મા સેક્ટર અને બાયોટેક સેક્ટરને વધારે ઝડપ આપવાનો સમય આવી ગયો છે. આજે ભારતમાં બનેલી દવાઓ દુનિયાના બસ્સોથી વધુ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.

તેમણે કહ્યુ હતુ કે જ્યારે ઈચ્છાશક્તિ હોય, ત્યારે મર્યાદીત સંસાધનોમાં પણ કેવા અદભૂત પરિણામો આપી શકાય છે. તેનું ઉદાહરણ આપણો સ્પેસ પ્રોગ્રામ છે. તેમણે કહ્યુ છે કે આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધનારી અર્થવ્યવસ્થા બની ચુક્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે બાયો ફ્યૂલના મામલામાં પણ સીએસઆઈઆર મોટી ભૂમિકા નિભાવી રહ્યુ છે. સીએસઆઈઆર દ્વારા એવિએશન બાયો ફ્યૂલ બનાવવામાં આવ્યું છે. તેની ટ્રાયલ પણ 27 ઓગસ્ટ-2018ના રોજ થઈ ચુકી છે. તેના દ્વારા સંચાલિત થનારી ફ્લાઈટ દેહરાદૂનથી દિલ્હી સુધી ઉડાણ ભરી ચુકી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code