પીએમ મોદી એ રાજસ્થાન ના ભરતપૂરમાં રેલીને સંબોધી , કહ્યું ‘ આવનારી ચુંટણીમાં કોંગ્રેસ થઈ જશે ગાયબ ‘
જયપુર – આગામી વિધાનસભાની ચુંટણી ને લઈને દરેક પાર્ટી રાજસ્થાનમાં એડી ચોંટી નું જોર લગાવી રહી છે આ સાથે જ તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી રેલીને સંબોધવા માટે ભરતપુર પહોંચ્યા છે. આ રેલી સાથે પીએમ મોદીએ ભરતપુર વિભાગની 19 બેઠકો જીતવાનો પ્રયાસ કર્યો હતો.
આજરોજ શનિવારે ભરતપુર ખાતે જનસભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું. એમ નરેન્દ્ર મોદીએ ભરતપુરમાં ચૂંટણી રેલીમાં કહ્યું કે ભારતનો અવાજ આખી દુનિયામાં સંભળાઈ રહ્યો છે. પરંતુ કોંગ્રેસે રાજસ્થાનને પાછળ ધકેલી દીધું છે. તેમણે કહ્યું કે રાજસ્થાનની સંસ્કૃતિને બચાવવા માટે અહીં ભાજપ જરૂરી છે. રાજસ્થાનમાં હવે બરાબર એક સપ્તાહ બાદ મતદાન થવાનું છે. સર્વત્ર એક જ ગુંજ છે, ભાજપ સરકાર માટે આ જનતાની હાકલ છે. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો પોતાને જાદુગર કહે છે. હવે જનતા તેમને ‘3 ડિસેમ્બર કોંગ્રેસ છુ-મંતર’ કહી રહી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યની તમામ 200 વિધાનસભા સીટો માટે 25 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. દરમિયાન રાજ્યમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. સત્તાધારી કોંગ્રેસ હોય કે બીજેપી સહિત અન્ય પક્ષો, બધા ફુલ એક્શન મોડ પર છે. ભાજપ અને કોંગ્રેસ બંને રાજ્યમાં જીતના દાવા કરી રહ્યા છે.
વધુમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાજપે રાજસ્થાનમાં શાનદાર ઢંઢેરો બહાર પાડ્યો છે. ભાજપનો સંકલ્પ રાજસ્થાનને દેશનું અગ્રણી રાજ્ય બનાવવાનો છે. ભાજપનો સંકલ્પ રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર પર જોરદાર પ્રહાર કરવાનો છે. ભાજપનો સંકલ્પ બહેન-દીકરીઓ માટે સુરક્ષિત વાતાવરણ બનાવવાનો છે. રાજસ્થાન ભાજપે જે વચનો આપ્યા છે તે પૂરા કરવા માટે અમે તમામ પ્રયાસો કરીશું. તમને આપેલા આ વચનો ચોક્કસ પૂરા થશે, આ પણ મોદીની ગેરંટી છે.
પીએમ મોદીએ પોતાની જનસભામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર પણ પ્રહારો કર્યા હતા. અશોક ગેહલોત અંગે પીએમ મોદીએ કહ્યું કે જે મુખ્યમંત્રી કહે છે કે મહિલાઓ બળાત્કારના બનાવટી કેસ દાખલ કરે છે, શું તેઓ મહિલાઓની સુરક્ષા કરશે? કોંગ્રેસના નેતાઓને શું થઈ ગયું છે શું આવા જાદુગરને એક મિનિટ પણ ખુરશી પર રહેવાનો અધિકાર છે? હવે તેણે વિદાય લેવી જોઈએ કે નહીં?
આ સાથે જ તેમણે કહ્યું કે તેમનું નિવેદન દર્શાવે છે કે મહિલાઓને લઈને કોંગ્રેસની વિચારસરણી કેટલી નીચલી રહી છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના એક મંત્રીએ કહ્યું કે રાજસ્થાન પુરુષોનું રાજ્ય હોવાથી બળાત્કાર થઈ રહ્યો છે. કોંગ્રેસના નેતાઓએ આવી વિચારસરણી માટે મરવું જોઈએ. અહીંના પુરૂષો પોતાની બહેન-દીકરીઓની ઈજ્જત બચાવવા પાછળ હટતા નથી. કોંગ્રેસના જાદુગરના મનપસંદ મંત્રીના આવા નિવેદનથી શરમ આવવી જોઈએ.
પીએમ મોદીએ વધુ માં કહ્યું કે એક તરફ ભારત દુનિયામાં લીડર બની રહ્યું છે. બીજી તરફ, રાજસ્થાનમાં છેલ્લા 5 વર્ષમાં શું થયું તે તમે બધા જાણો છો. કોંગ્રેસે રાજસ્થાનને ભ્રષ્ટાચાર, રમખાણો અને ગુનાઓમાં અગ્રેસર બનાવ્યું છે. કોંગ્રેસે રાજસ્થાનની મહિલાઓનો વિશ્વાસ પણ ડગમગી ગયો છે. આ રીતે પીએમ મોડી એ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને આગામી ચુંટણીમાં ભાજપની ભવ્ય જીત નો દાવો કર્યો હતો