Site icon Revoi.in

PM મોદીએ જી 20ની વિદેશમંત્રીઓની બેઠકને સંબોધિત કરી – બેઠક પહેલા તુર્કી અને સિરીયાના ભૂકંપમાં જીવગુમાવનારાઓ માટે 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું

Social Share

દિલ્હીઃ- ભારત આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે વિશઅવભરમાં ભારતની વાહ વાહ થી રહી છે.આ સાથે જ હવે આજે દિલ્હીમાં G20 ના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ રહી છે. બેઠક પહેલા ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી અન્નાલિના બીબોકનું સ્વાગત કર્યું હતું.  સાઉદી અરેબિયા, ચીન, ઇન્ડોનેશિયા, સ્પેન અને ક્રોએશિયાના વિદેશ પ્રધાનો ગુરુવારેમીટિંગમાં ભાગ લેવા ભારત પહોંચ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધિત કરતા ભારત પહોંચેલા G20 દેશોના વિદેશ મંત્રીઓનું સ્વાગત કર્યું આ સાથે જ  તેમણે કહ્યું G20 પ્રમુખપદ માટે ‘વન અર્થ, એક પરિવાર, એક ભવિષ્ય’ની થીમ પસંદ કરી છે. આ હેતુની એકતા અને ક્રિયાની એકતાની જરૂરિયાત દર્શાવે છે. હું આશા રાખું છું કે આજની બેઠક સામાન્ય અને નક્કર ઉદ્દેશો હાંસલ કરવા માટે સાથે આવવાની ભાવનાને પ્રતિબિંબિત કરશે.
આ સાથે જ G20 વિદેશ મંત્રીઓની બેઠક શરૂ થાય તે પહેલા તુર્કી અને સીરિયામાં તાજેતરમાં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકો માટે એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ શરુઆતમાં કહ્યું કે આખી દુનિયાએ આતંકવાદ સામે એક થવું પડશે. વિશ્વમાં વિકાસનું સંતુલન હોવું જોઈએ. એક પૃથ્વી, એક કુટુંબ અને એક ભવિષ્ય એ લક્ષ્ય હોવું જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ વિશ્વ માટે એક મોટી સમસ્યા છે.