Site icon Revoi.in

પીએમ મોદી એ પ્રાકૃતિક ખેતી પર સંમ્મેલનને વીડિયો કોન્ફોરસથી સંબોધી -કહ્યું ગુજરાત પ્રાકૃતિક ખેતી માં આગળ વધી રહ્યું છે

Social Share

અમદાવાદ – આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ખાતે આયોજીત પ્રાકૃતિક ખેતી કોન્કલેવને વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું આ પ્રસંગે પીએમ મોદીએ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે આહ્વાન કર્યું હતું. 

આ સાથે આજરોજ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર કોન્કલેવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા છે. જ્યાં પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા છે.પીએમ મોદીએ આ પ્રસંગે ગુજરાતમાં ખેતીને લઈને કેટલીક વાતો કહી હતી તેમણે કહ્કેયું કે ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં આગળ વધી રહ્યું છે

પીએમ મોદીએ ખાસ દેશમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પર સંપૂર્ણ ભાર મૂક્યો હચો રહ્યો દેશના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી લોકપ્રિય બનાવવાના અભિયાન તરીકે  આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ વધુમાં આ પ્રસંગે કહ્યું કે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને આપવામાં ખાસ તાલીમ આપવામાં આવી છે. તથા 41 હજારથી વધુ ખેડૂતોને ખાસ તાલીમ આપવામાં આવી છે. સુરતના લોકો અને ખેડૂતોને વિશેષ અભિનંદન છે. ગ્રામ્ય સ્તર પર ટીમો બનાવીને પ્રશંસનિય કામગીરી કરાઈ છે. આવનારા સમયમાં દેશભરના ખેડૂતો સુરત પાસેથી શિખશે.