- PM મોદીએ સોમનાથમાં જનસભા સંબોધી
- કહ્યું ‘મારા રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલ તોડે તેવું હું ઈચ્છું છું’
અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ શરુ થઈ ચૂકી છે ત્યારે બીજેપી દ્રારા ગુજરાતની જનતાને રિઝવવાના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે આ શ્રેણીમાં બીજેપીએ જોરદાર ચૂંટણી પ્રચારનું આયોજન કર્યું છે જેમાં ગુજરાતમાં જૂદા જૂદા સ્થળો અનેક બીજેપીના વરિષ્ઠ નેતાઓ જનસભા સંબોધી રહ્યા છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સોમનાથ અને વેરાવળની મનુલાકાતે અહી અહી તેઓ જનસભાનું સંબંધોન કર્યું હતું,
પીએમ મોદીનું જ્યારે સોમનાથ ખાતે આગમનથયું ત્યારે હાથ ઉંચો કરી લોકોનું તેમણેને અભિવાદન કર્યું. પ્રધાનમંત્રી મોદી હેલિકોપ્ટર દ્વારા હવાઈ માર્ગે સોમનાથ પહોંચ્યા છે સવારે તેઓ અહીયા સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેરાવળમાં સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ જાહેર સભાને સંબોધી રહ્યા છે. અહીં તેમણે લોકોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા જણાવ્યું હતું. મતદાનના તમામ રેકોર્ડ તોડી નાખો. વડાપ્રધાને કહ્યું કે ભાજપને ફરી જીત અપાવી. તમે બધાએ ભાજપને સમર્થન આપવું જોઈએ જેથી કરીને ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્રના તમામ રેકોર્ડ તોડી શકે.
સોમનાથમાં લોકોને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે અમે તમામ જૂના રેકોર્ડ તોડી નાખીશું. મને ગુજરાતે હંમેશા આશીર્વાદ આપ્યા છે. ગુજરાત વિશે ઘણું કહેવાયું. લોકો કહેતા હતા કે ગુજરાતમાં કશું કરી શકતું નથી, કોઈ પ્રગતિ કરી શકતું નથી, ગુજરાત સરકારે આ બધી ઘારણાઓ પર વિરામ મૂક્યો છે.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે દરેક મતદાન કેન્દ્ર પર ભાજપને જીતાડવાની તમને અપીલ છે. તેમણે કહ્યું કે રાજ્યનો વિકાસ થયો છે. એક પછી એક એવી યોજનાઓ શરૂ થઈ કે ગુજરાત પ્રવાસન વિભાગમાં આગળ વધ્યું. શિક્ષણ વિભાગ આગળ વધ્યું. વિકાસની અનેક યોજનાઓ શરૂ કરી. ગુજરાત વિકાસની નવી ઊંચાઈએ પહોંચ્યું. અમે ખેડૂતોને આગળ લઈ ગયા. અમને રાજ્યની સેવા કરવાની બીજી તક આપો.આ રીતે બીજેપીનો પ્રચાર સોમનાથ ખાતે જોરશોરમાં કરવામાં આવ્યો હતો.