- પીએ મોદીની પાર્ટીના નેતાઓને સલાહ
- પઠાણ ફિલ્મને લઈને ખોટી બયાનબાજી ન કરવાની નસિહત આપી
દિલ્હીઃ- અભિનેતા શાહરુખખાનની ફિલ્મ પઠાણને લીને ઘણો વિવાદ ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં હવે પીએમ મોદીએ ફિલ્મને લઈને કારણવગરની બયાનબાજી ન કરવાની પાર્ટીના નેતાઓને સલાહ આપી હોવાની વાચ સામે આવી છએ.
પ્રાપ્ત વિગત પ્રામણે ‘પઠાણ’નું સોંગ ‘બેશરમ રંગ’ રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં ઘેરાયેલું છે. દી ફિલ્મ અલગ-અલગ કારણોસર વિવાદોમાં રહી હતી. ભાજપના નેતાઓ સહિત ઘણા મોટા નેતાઓએ ફિલ્મ પર ટિપ્પણી કરી હતી. હવે નવી દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન પીએમ મોદીએ ભાજપના નેતાઓને ફિલ્મો અને સેલિબ્રિટીઓ વિરુદ્ધ બિનજરૂરી ટિપ્પણી કરવાનું ટાળવા વિનંતી કરી છે.
જાણકારી અનુસાર આ બેઠકમાં
હાજર ભાજપના એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાને ગઈકાલે બુધવારના રોજ તેમના ભાષણમાં નિવેદન આપનારાઓને માટે ચેતવણી આપી હતી. તેમને કહ્યું કે તેઓ આમ કરવાથી દૂર રહે. તેણે કહ્યું કે કેટલીકવાર ફિલ્મો અથવા વ્યક્તિત્વ પર કરવામાં આવતી ટિપ્પણીઓ આપણી મહેનતને ઢાંકી દે છે.આપ પીએમ મોદીએ આવી ખોટી કારણવગરની બયાનબાજીથી દૂર રહેવા નેતાઓને સલાહ આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને લઈને સિનેમાઘરોમાં પણ હંગામો થઈ ચૂક્યો છે ફિલ્મના પોસ્ટર ફાડવા જેવી ઘટનાઓ ભૂતકાળમાં બની છે આ ફિલ્મ 25 જાન્યુઆરીએ મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે દીપિકા પાદુકોણ અને બોલિવૂડના જાણીતા એક્ટર જોન અબ્રાહમ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. શાહરૂખ ખાનની ફિલ્મની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.ત્યારે હવે જોવું રહ્યું કે વિવાદના વંટોળ વચ્ચે પઠાણ ફિલ્મ બોક્સ ઓફીસ પર શું રંગ બતાવશે.