Site icon Revoi.in

અમદાવાદમાં લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે PM મોદી, અમિત શાહ અને આનંદીબેન આવશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં તા. 7મી મે મંગળવારના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ચૂંટણી પ્રચાર માટે હવે દોઢ દિવસ બાકી રહ્યો છે. રવિવારે સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુજરાતના મતદાર હોવાથી ત્રણેય મહાનુભાવો મતદાન માટે અમદાવાદ આવશે. જેમાં વડાપ્રધાન મોદી સોમવારે સાંજના અમદાવાદ પહોંચી જશે. જ્યારે અમિત શાહ પોતે ગાંધીનગર લોકસભા બેઠકની ચૂંટણી લડી રહ્યા હોવાથી અમદાવાદમાં છે. જ્યારે આનંદીબેન પટેલ પણ સોમવારે મતદાન માટે અમદાવાદ પહોંચી જશે તેવી શક્યતા છે.

લોકસભાની ચૂંટણીઓને લઈને ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે. 7 મે ના રોજ યોજાનારા મતદાન પહેલાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પોતાની જીતને મજબૂત કરવા માટે પ્રચાર પ્રસારને વેગ આપી રહ્યાં છે.  તા.7ના રોજ લોકસભા ચૂંટણી માટેના મતદાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 8.30 કલાકે અમદાવાદના રાણીપમાં મતદાન કરવા માટે પહોંચશે. જયારે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ગાંધીનગર લોકસભા બેઠક લડી રહ્યા છે. તેઓ તા.7ના રોજ 9.30 કલાકે નારણપુરામાં તેમના બુથ પર મતદાન કરશે. તેમજ  ઉતરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ પણ તા.7ના રોજ ગુજરાત આવીને શીલજમાં મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આમ તા.7ના રોજ ગુજરાત અને દેશના ત્રણ નેતાઓ મતદાન માટે આવશે.

સૂત્રોના કહેવા મુજબ  વડાપ્રધાન 6મેને સોમવારના રોજ મોડી સાંજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચશે. અને 7 મીને મંગળવારે અમદાવાદ ખાતે મતદાન કરશે. મતદાન બાદ ચોથા તબક્કાના ચુંટણી પ્રચાર માટે રવાના થશે. (FILE PHOTO)