દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે 59માં સ્થાપના દિવસ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેના 59માં સ્થાપના દિવસ પર BSFના ચુનંદા દળની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રની રક્ષા માટે તેમની બહાદુરી અને અતુટ ભાવના તેમના સમર્પણનો પુરાવો છે.ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશને BSF પર ગર્વ છે જે દેશની સરહદોને અભેદ્ય રાખે છે. આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ તમામ BSF જવાનોને સલામી પાઠવી હતી.
મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમની અતૂટ ભાવના તેમના સમર્પણનો પુરાવો છે.હું કુદરતી આફતોના પગલે બચાવ અને રાહત કામગીરી દરમિયાન બીએસએફની ભૂમિકાની પણ પ્રશંસા કરવા માંગુ છું.” બીએસએફની સ્થાપના વર્ષ 1965માં ભારતની સરહદોની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય ગુનાઓને રોકવા માટે કરવામાં આવી હતી. બીએસએફ ગૃહ મંત્રાલય હેઠળ છે. કેન્દ્ર સરકાર બાંગ્લાદેશની આઝાદીમાં ‘બોર્ડર સિક્યુરિટી ફોર્સ’ની મહત્વની ભૂમિકા અવિસ્મરણીય છે.
અમિત શાહે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું, ‘હું બીએસએફના 59માં સ્થાપના દિવસ પર દળના તમામ જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવું છું. દેશને BSF પર ગર્વ છે જે પોતાની બહાદુરીથી આપણા દેશની સરહદોને અભેદ્ય રાખે છે. હું BSFના બહાદુર શહીદોને સલામ કરું છું, દેશ તમારા બલિદાનનો હંમેશા ઋણી રહેશે.