દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ દિવસો પર ખાસ લોકોને ક્યારેય યાદ કરવાનું ભૂલતા નથી શહીદ દિવસ હોય કે દેશની સેવાનેલ ગતો કોઈ પણ દિવસ હોય ત્યારે આજરોજ 14 ઓગસ્ટ વિભાજન વિભાજન દિવસ નિમિત્તે 1947માં દેશના વિભાજનનો ભોગ બનેલા લોકોને નમન કરી તેઓને શ્રદ્ધાંજલી પાઠવી છે.
વિભજન વિભિષિકા સ્મૃતિ દિવસ આજે દેશમાં ‘વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ’ છે. આ દિવસ વિભાજન દરમિયાન દેશમાં જીવ ગુમાવનારા લોકોને યાદ કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે રાખવામાં આવ્યો છે. આ દરમિયાન પીએમ મોદી અને અમિત શાહે જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે.
પીએમ મોદીએ આજના દિવસ પર કહ્યું કે વિભાજન સ્મૃતિ દિવસ એ એવા ભારતીયોને આદરપૂર્વક યાદ કરવાનો પ્રસંગ છે જેમના જીવન દેશના ભાગલામાં બલિદાન થયા હતા. આ સાથે આ દિવસ આપણને એવા લોકોની વેદના અને સંઘર્ષની પણ યાદ અપાવે છે જેમને વિસ્થાપનનો માર સહન કરવાની ફરજ પડી હતી. આવા તમામ લોકોને હું સલામ કરું છું.
1947 में हुआ देश का विभाजन भारतीय इतिहास का वो अमानवीय अध्याय है जिसे कभी भुलाया नहीं जा सकता। विभाजन की हिंसा और घृणा ने लाखों लोगों की जान ली व असंख्य लोगों को विस्थापित करवाया।
आज 'विभाजन विभीषिका स्मृति दिवस' पर विभाजन का दंश झेलने वाले लाखों लोगों को नमन करता हूँ।
— Amit Shah (@AmitShah) August 14, 2022
ગૃહમંત્રી અમિત શાહે આજના દિવસને યાદ કરી ને કહ્યું કે 1947માં દેશનું વિભાજન એ ભારતીય ઈતિહાસનો અમાનવીય અધ્યાય છે જેને ક્યારેય ભૂલી શકાય નહી. વિભાજનની હિંસા અને તિરસ્કારે લાખો લોકોના જીવ લીધા અને અસંખ્ય અન્યોને વિસ્થાપિત કર્યા. આજે, ‘ભાગલા વિભિષિકા સ્મારક દિવસ’ પર, હું ભાગલાનો ભોગ બનેલા લાખો લોકોને નમન કરું છું. ‘વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ’ દેશની યુવા પેઢીને વિભાજન દરમિયાન લોકોએ સહન કરેલી વેદના અને પીડાની યાદ અપાવશે અને દેશવાસીઓને દેશમાં હંમેશા શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે પ્રેરણા આપશે.