Site icon Revoi.in

પીએમ મોદીએ અને ગૃહમંત્રી શાહે દેશવાસીઓને દશેરાના પર્વની શુભેચ્છઆઓ પાઠવી

Social Share

દિલ્હીઃ આજે દેશભરમાં દશેરાનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે ઠેર ઠેર રાવણના પુતળાનું દહન કરીને અસત્ય પર સત્યનો વિજય દર્શાવાઈ રહ્યો છે ત્યારે દશેરાનો તહેવાર, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે.

આજના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે, વિજયાદશમી પર દેશભરના મારા પરિવારના સભ્યોને હાર્દિક શુભકામનાઓ. આ પવિત્ર તહેવાર નકારાત્મક શક્તિઓને ખતમ કરવાનો તેમજ જીવનમાં સદ્ભાવના અપનાવવાનો સંદેશ લઈને આવે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને દશેરાની પૂર્વસંધ્યાએ શુભેચ્છા પાઠવી હતી અને દરેકને દેશની સમૃદ્ધિ અને સમાજના તમામ વર્ગો, ખાસ કરીને વંચિતોના કલ્યાણ માટે સાથે મળીને કામ કરવાની પ્રતિજ્ઞા લેવા જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, “દેશના પૂર્વ અને દક્ષિણના રાજ્યો દુષ્ટ રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજય તરીકે દશેરાની ઉજવણી કરે છે, જ્યારે ઉત્તર અને પશ્ચિમી રાજ્યો રાવણ પર ભગવાન રામના વિજય તરીકે તહેવાર ઉજવે છે.”

આ સહીત આજના આ પર્વની ગૃહમંત્રી અમિત શાહે પમ દેશવાસીઓને શુભેચ્છાઓ પાટવી છે ગૃહમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, “વિજયાદશમીની તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. અનીતિનો અંધકાર ગમે તેટલો ગાઢ હોય, સત્ય પર આધારિત ધર્મના પ્રકાશની જીત શાશ્વત છે. પાપ પર.’ વિજયાદશમી, સદ્ગુણની જીતનું પ્રતીક, એક એવો તહેવાર છે જે આપણને હંમેશા શાણપણ અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે અને શીખવે છે. ભગવાન શ્રી રામ દરેકનું ભલું કરે. જય શ્રી રામ!”