અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વે આજે મંગળવારે યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન હવાઈ માર્ગે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે અમદાવાદ એરપોર્ટ સર્કલથી પીએમ મોદી સાથે ગાંધીનગર સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. રોડ-શોમાં મુસ્લિમો પણ જોડાયાં હતા. યુએઈના પ્રેસિડેન્ટને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર UAEના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું અમદાવાદ ઍરપોર્ટ આવી પહોંચ્યા હતા. દરમિયાન પીએમ મોદી તેમના સ્વાગત માટે પહેલાથી ઍરપોર્ટ પહોંચ્યા હતા. પીએમ મોદી પ્રોટોકોલ તોડી તેમનુ સ્વાગત કરવા માટે સીધા ઍરપોર્ટ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ નજીકથી બંને મહાનુભાવોનો ભવ્ય રોડ શો યોજ્યો હતો. મોટી સંખ્યામાં માનવ મહેરામણ પીએમ મોદી અને યુએઈના પ્રેસિડેન્ટને આવકારવા માટે બપોરના પહોંચી ચુક્યા છે. હાથમાં યુએઈ અને ઈન્ડિયાના ફ્લેગ લહેરાવી બંને મહાનુભાવોને આવકારતા જોવા મળ્યા હતા.
બુધવારે સવારે 10 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવશે. ઉદ્ઘાટન સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ CEO સાથે બેઠક યોજશે. જે બાદ સાંજે 5 કલાકે ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિનટેક કાર્યક્રમમાં પણ પીએમ મોદી હાજરી આપશે. જે બાદ સાંજે સાડા સાત કલાકે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.