Site icon Revoi.in

PM મોદી અને UAEના પ્રિન્સ આજે CEPA પર હસ્તાક્ષર કરશે, કરારથી બંને દેશોની આર્થિક ક્ષમતામાં થશે વધારો

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબુ ધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન શુક્રવારે ભારત અને સંયુક્ત અરબ અમીરાત વચ્ચે વેપારને મજબૂત કરવા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર હસ્તાક્ષર કરશે.બંને નેતાઓ વર્ચ્યુઅલ મીટિંગમાં આ કરાર પર હસ્તાક્ષર કરશે.

સંયુક્ત અરબ અમીરાતમાં ભારતના રાજદૂત સંજય સુધીરે ગુરુવારે કહ્યું હતું કે,આ એક મહત્વપૂર્ણ કરાર છે,જે બંને દેશોની આર્થિક ક્ષમતામાં વધારો કરશે.તેમણે કહ્યું કે,આ સોદાથી આગામી પાંચ વર્ષમાં ભારત અને UAE વચ્ચેનો વેપાર $60 બિલિયનથી વધીને $100 બિલિયન થવાની અપેક્ષા છે.

સુધીરે કહ્યું કે,CEPA બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે.બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય અને વ્યાપારી સંબંધોને મજબૂત કરવા વડાપ્રધાન મોદી અત્યાર સુધીમાં ત્રણ વખત યુએઈની મુલાકાત લઈ ચૂક્યા છે, જ્યારે અબુ ધાબીના પ્રિન્સ પણ 2016 અને 2017માં બે વખત ભારતની મુલાકાતે આવ્યા છે. UAEમાં લગભગ 3.5 મિલિયન ભારતીય નાગરિકો છે, જેઓ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને માનવતાવાદી સંબંધો બાંધવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.