રશિયા-યુક્રેન સંકટ વચ્ચે પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન આજે વર્ચ્યૂઅલ બેઠક કરશે- ખાસ મુદ્દાઓ પર થશે વાત
- પીએમ મોદી અને અમેરિકી રાબાઈડન આજે વર્ચ્યૂઅલ બેઠક કરશે
- મહત્વના મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચાઓ
દિલ્હી – જ્યા એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે સંકટની સ્થિતિ વર્તાઈ રહી છે ત્યા બીજી તરફ આજરોજ સોમવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક કરનાર છે.આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેન પર રશિયાના હુમલાને લઈને બંને દેશો વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા છે. ભારતે આ મુદ્દે અમેરિકાની ઈચ્છા મુજબ કાર્યવાહી કરી નથી.
આ બાબતે વિતેલા દિવસને રવિવારે વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને નેતાઓ દક્ષિણ એશિયા, ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વૈશ્વિક મુદ્દાઓ પર ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે અને વિચારોનું આદાનપ્રદાન કરશે.
આ બન્ને નેતાઓ વચ્ચે યોજાનારી વર્ચ્યુઅલ મીટિંગ બંને પક્ષોને દ્વિપક્ષીય એકંદર વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહી છે આ સાથે તેમની નિયમિત અને ઉચ્ચ સ્તરીય જોડાણ જાળવી રાખવામાં સક્ષમ બનાવશે.
દરમિયાન વર્તમાન દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવાની સાથે જ દક્ષિણ એશિયા, હિંદ-પ્રશાંત મહાસાગર વચ્ચે હાલનો ઘટનાક્રમ અને પારસ્પરિક હિતના વૈશ્વિક મુદ્દા પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. જોકે રશિયા અને યુક્રેનના યુદ્ધના સમયે બન્ને નેતાઓની આ બેઠકને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
બંને નેતાઓ વચ્ચેની બેઠક વોશિંગ્ટનમાં યોજાનારી ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય મંત્રણા પહેલા થશે. ટુ પ્લસ ટુ વાટાઘાટોનું નેતૃત્વ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ જયશંકર અને તેમના યુએસ સમકક્ષ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન અને વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન કરશે.