- સુરતમાં ગોઝારો અકસ્માત
- પીએમ મોદીએ સહાયની જાહેરાત કરી
- ઈજાગ્રસ્ત માટે 50 હજાર અને મૃતકના પરિવાર માટે 2 લાખની સહાય
દિલ્હીઃઆજ રોજ વહેલી સવારે ગુજરાતના સુરતમાં એક મોટી ઘટના બનવા પામી હતી,જેમાં બેકાબૂ બનેલા ડમ્પર ચાલકે ફૂટપાટ પર સુતેલા 15 શ્રમિકોને કચડી માર્યા હતા. આ અકસ્માત અંગે PM મોદીએ દુખ વ્યક્ત કર્યું હતુ અને સહાયની ઘોષણા પણ કરી છે.
ગુજરાત સીએમ રૂપાણીએ પણ દુ:ખ વ્યક્ત કરીને સહાયની જાહેરાત કરી હતી.,
સુરતના માંડવી રોડ પર થયેલા અકસ્માતનની ઘટનાની નોંધ સમગ્ર દેશમાં લેવાઈ રહી છે, ત્યારે આ ઘટનાની કેન્દ્ર સરકારે પણ નોંધ લીધી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસે આ બાબતે રિપોર્ટ માંગ્યો છે. એટલું જ નહીં પણ ઇજાગ્રસ્તોનો સારવાર ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે તેવી પણ જાહેરાત કરી દીધી છે.
આ ઘટનાને લઈને ઈજાગ્રસ્ત માટે તથા મૃતકના પરિવારો માટે સહાયની જાહેરાત થી છે જે પ્રમાણે કેન્દ્ર સરકારે મૃતકના પરિવારજનોને 2 લાખની સહાયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા પણ મૃતકોના પરિવારને 2-2 લાખની સહાય જાહેર કરી છે.
રાજ્ય સરકારે મૃત્યુ પામેલા તમામ શ્રમજીવીના પરિજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના સીએમો દ્વારા ટ્વિટ કરીને સમગ્ર માહિતીની જાણકારી આપી છે.
સાહિન-