Site icon Revoi.in

જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબેના નિધન પર PM મોદીએ આવતી કાલે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

Social Share

દિલ્હીઃ- આજે સવારે જ્યારે જાપાનમાં પૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આંબો ભાષણ આપી રહ્યા હતા ત્યારે પાછળથી તેમને બે ગોળી મારવામાં આવી હતી જેને લઈને તેઓ સ્ટેજ પર જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને તાત્કાલિક તેઓને સારવાર માટે લઈ જવાયા હતા, જો કે ગોળી હ્દયની પાસે વાગી હોવાના કારણે તેઓને હ્દયનો હુમલો પણ આવ્યો હતો જેને લઈને તેમની હાલ ગંભીર હતી ત્યારે બાદ તેઓએ દમ તોડ્યો હતો, તેમના નિધનને લઈને દેશના પ્રધાનમંત્રી મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.

હુમલામાં આબેને છાતીમાં બે ગોળી વાગી હતી. લગભગ 6 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ પણ ડોક્ટરો આબેને બચાવી શક્યા ન હતા. ત્યારબાદ તેમના મૃત્યુની સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી હતી.

તેમના નિધનને લઈને પીએમ મોદીએ ટ્વીટ કરીને  લખ્યું છે કે , “મારા સૌથી પ્રિય મિત્ર શિન્ઝો આબેના દુ:ખદ નિધનથી હું આઘાતમાં અને દુખી છું. તેઓ એક મહાન વૈશ્વિક રાજનેતા, વહીવટકર્તા હતા. તેણે પોતાનું જીવન જાપાન અને વિશ્વને વધુ સારી જગ્યા બનાવવા માટે સમર્પિત કર્યું.

વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે અમને શિન્ઝો આબે માટે ઊંડો આદર છે, તેથી આવતીકાલે ભારતમાં રાષ્ટ્રીય શોકનો દિવસ રહેશે. અન્ય એક ટ્વીટમાં તેણે કહ્યું કે, મારા પ્રિય મિત્ર શિન્ઝો આબે પર થયેલા હુમલાથી ખૂબ જ દુઃખી છું. અમારા વિચારો અને પ્રાર્થના તેમની, તેમના પરિવાર અને જાપાનના લોકો સાથે છીએ.

વધુમાં પીએમ મોદીએ જણાવ્યું કે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે સાથે મારો સંબંધ ઘણા વર્ષો જૂનો છે. હું તેમને મારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઓળખતો હતો. હું પીએમ બન્યા પછી પણ અમારી મિત્રતા ચાલુ રહી. પીએમ મોદીએ કહ્યું કે અર્થતંત્ર અને વૈશ્વિક બાબતો પર તેમની તીક્ષ્ણ આંતરદૃષ્ટિએ હંમેશા મારા પર ઊંડી છાપ છોડી છે.

ઉલ્લેખનીય છે કે, 67 વર્ષીય શિન્ઝો આબે જાપાનના સૌથી લાંબા સમય સુધી પીએમ રહ્યા હતા. તેઓ 2006 થી 2007 અને ફરીથી 2012 થી 2020 સુધી પીએમ રહ્યા હતા.તેમના પર આજે ગોળી મનારીને હુમલો કરવામાં આવતા તેઓનું અવસાન થયું છે.