પીએમ મોદીએ મતદારોને અપીલ કરી કે, લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી બનો
- ગોવા તમામ સીટો પર મતદાન શરૂ
- ચૂંટણીને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા
- PM મોદીની મતદાન માટે અપીલ
- પહેલા મતદાન, પછી અન્ય કોઈ કામ- PM
દિલ્હી:પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે અને આજે બીજા તબક્કાનું મતદાન પણ શરૂ થઈ ગયું છે.ગોવા અને ઉત્તરાખંડની તમામ વિધાનસભા સીટો પર સોમવારે એટલે આજે મતદાન થઇ રહ્યું છે.ગોવામાં ચૂંટણીને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, “ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા રાઉન્ડની સાથે આજે ઉત્તરાખંડ અને ગોવાની તમામ વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે.હું તમામ મતદારોને લોકશાહીના આ પવિત્ર તહેવારમાં ભાગ લેવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. યાદ રાખો- પહેલા મતદાન, પછી અન્ય કોઈ કામ.
उत्तर प्रदेश विधानसभा चुनाव के दूसरे दौर के साथ ही आज उत्तराखंड और गोवा की सभी विधानसभा सीटों के लिए वोटिंग है। सभी मतदाताओं से मेरी विनती है कि वे लोकतंत्र के इस पावन उत्सव के भागीदार बनें और मतदान का नया रिकॉर्ड बनाएं। याद रखें- पहले मतदान, फिर अन्य कोई काम!
— Narendra Modi (@narendramodi) February 14, 2022