Site icon Revoi.in

પીએમ મોદીએ સંશોધકોને નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ 2023 માટે અરજી કરવા અપીલ કરી

Social Share

દિલ્હીઃ-  પીએમ મોદીએ સંશોધકોને નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ 2023 માટે અરજી કરવાની અપીલ કરી છે. આજે કેન્દ્રીય મંત્રી  પીયૂષ ગોયલના ટ્વીટનો જવાબ આપતાં, વડાપ્રધાને કહ્યું કે સ્ટાર્ટઅપ્સ માત્ર નવીનતા લાવવાના તેમના જુસ્સા માટે જ નહીં, પણ તેમને બનાવનારા લોકોની પ્રેરણાદાયી વાર્તાઓ માટે પણ રસપ્રદ છે.

પીએમ મોદીએ કહ્યું કે “સ્ટાર્ટઅપ્સ માત્ર તેમના નવીન ઉત્સાહ માટે જ નહીં, પરંતુ જેઓ તેમને બનાવે છે તેમની પ્રેરણાદાયી જીવન યાત્રાઓ માટે પણ આકર્ષક છે. અમારો સ્ટાર્ટઅપ શબ્દ આપણી યુવા શક્તિની ભાવનાને દર્શાવે છે.

આ સહીત પીએમ મોગદીએ કહ્યું કે અમારું સ્ટાર્ટ-અપ દેશની યુવા શક્તિની લાગણીઓને પ્રતિબિંબિત કરે છે. લોકો નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ 2023 માટે at- startupindia.gov.in (startupIndia.gov.in) માટે અરજી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે, સમગ્ર દેશમાં 75 થી વધુ સ્થળોએ વિવિધ સ્ટાર્ટઅપ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ સમુદાયને સામેલ કરીને ઉદ્યોગસાહસિકતા અને નવીનતાની ભાવનાને પ્રોત્સાહન મળે. આ ઇવેન્ટ્સમાં મહિલા ઉદ્યોગસાહસિકો માટે સમર્પિત વર્કશોપ, ઇન્ક્યુબેટર્સની તાલીમ, મેન્ટરશિપ વર્કશોપ, સ્ટેકહોલ્ડર રાઉન્ડ ટેબલ, કોન્ફરન્સ, ક્ષમતા નિર્માણ વર્કશોપ, સ્ટાર્ટઅપ પિચિંગ સત્રો વગેરેનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે 0મી જાન્યુઆરી-16મી જાન્યુઆરી 2023  સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીક ની ઉજવણ ીકરાઈ હતી જેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના હિતધારકોને જોડવાનો અને ભારતમાં ઉદ્યોગસાહસિકતા અને નવીનતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.