PM મોદીએ આજથી શરુ થતા 3 દિવસીય યોગ મહોત્સવને ઉત્સાહ સાથે ઉજવવાની જનતાને કરી અપીલ
- પીએમ મોદીની જનતાને અપીલ
- 3 દિવયીય યોગ દિવસનો ઉત્સવ મનાવવામાં આવે
દિલ્હીઃ- દેશના પ્રઝધાનમંત્રી નરેન્દ્ર મોદી 60 વટાવી ગયા હોવા છત્તા તંદુરસ્તી મામલે યુવાનોને ટક્કર આપે છે તેનું કારણે તેનમી દિનચર્યા કહી શકાય સવારે વહેલા જાગીને તેઓ યોગ કરે છએ ,દેશની જનતાને પણ તેઓ યોગ કરવા પ્રરિત વારંવાર કરતા રહે છે ત્યારે આજરોજ દેશના લોકોને ત્રણ દિવસીય યોગ ઉત્સવ ઉત્સાહ સાથે ઉજવવા પીએમ મોદીએ વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 100-દિવસીય ગણતરીની શરૂઆત યોગ મહોત્સવ-2023 થી થાય છે. પીએમ મોદીએ લોકોને યોગને તેમના જીવનનો ભાગ બનાવવા વિનંતી કરી છે. ત્રણ દિવસીય યોગ ઉત્સવ 13-14 માર્ચના રોજ તાલકટોરા સ્ટેડિયમમાં અને 15 માર્ચે નવી દિલ્હીમાં મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યોગમાં યોજાશે.
આ સાથે જ યોગ ઉત્સવની ત્રણ દિવસની ઉજવણી પર કેન્દ્રીય આયુષ મંત્રાલય તરફથી એક ટ્વિટ શેર કરી વડાપ્રધાને ટ્વીટ કર્યું છે કે , “યોગ દિવસના 100 દિવસ બાકી છે. હું તમને બધાને ઉત્સાહ સાથે ઉજવવા વિનંતી કરું છું. અને, જો તમે યોગને તમારા જીવનનો એક ભાગ બનાવ્યો નથી, તો શક્ય તેટલી વહેલી તકે આ કરીલો.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ “વસુધૈવ કુટુંબકમ” ના G-20 સૂત્ર હેઠળ વિશાળ વૈશ્વિક સમુદાય સાથે જોડાવાનો ભારતનો પ્રયાસ છે.