- પીએમ મોદીની જનતાને અપીલ
- 3 દિવયીય યોગ દિવસનો ઉત્સવ મનાવવામાં આવે
દિલ્હીઃ- દેશના પ્રઝધાનમંત્રી નરેન્દ્ર મોદી 60 વટાવી ગયા હોવા છત્તા તંદુરસ્તી મામલે યુવાનોને ટક્કર આપે છે તેનું કારણે તેનમી દિનચર્યા કહી શકાય સવારે વહેલા જાગીને તેઓ યોગ કરે છએ ,દેશની જનતાને પણ તેઓ યોગ કરવા પ્રરિત વારંવાર કરતા રહે છે ત્યારે આજરોજ દેશના લોકોને ત્રણ દિવસીય યોગ ઉત્સવ ઉત્સાહ સાથે ઉજવવા પીએમ મોદીએ વિનંતી કરી હતી.
ત્રણ દિવસીય ઉત્સવનો ઉદ્દેશ્ય લોકોને યોગ અને તેના ફાયદાઓ વિશે પ્રોત્સાહિત અને સંવેદનશીલ બનાવવાનો છે. આ અંતર્ગત દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આવા 100 યોગ શિબિરોનું આયોજન કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 100-દિવસીય ગણતરીની શરૂઆત યોગ મહોત્સવ-2023 થી થાય છે. પીએમ મોદીએ લોકોને યોગને તેમના જીવનનો ભાગ બનાવવા વિનંતી કરી છે. ત્રણ દિવસીય યોગ ઉત્સવ 13-14 માર્ચના રોજ તાલકટોરા સ્ટેડિયમમાં અને 15 માર્ચે નવી દિલ્હીમાં મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યોગમાં યોજાશે.