Site icon Revoi.in

પીએમ મોદીએ આજરોજ વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી 70,000થી વધુ યુવાનો રોજગારી પત્ર નિમણૂક કર્યા

Social Share

 

દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોથી સતત દેશના યુવાઓને રોજગારની તકો સાંપડી રહી છે ત્યારે આજરોજ પીએમ મોદીે વધુ 70 હજાર યુવાઓને રોજગારી પત્ર નિમણૂક કર્યા છે.મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોબ ફેર અંતર્ગત સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 70,000 થી વધુ નવનિયુક્ત નિમણૂંક પત્રોનું વિતરણ કર્યું હતું.

પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદીએ  દેશભરમાં 44 સ્થળોએ યોજાનાર રોજગાર મેળામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 70 હજારથી વધુ નિમણૂંક પત્રોનું વિતરણ કર્યું છે. PMOઓ એ આપેલી માહિતી પ્રમાણે  દેશભરમાંથી નવા પસંદ કરાયેલા ઉમેદવારો મહેસૂલ વિભાગ, નાણાકીય સેવાઓ વિભાગ, પોસ્ટ વિભાગ, શાળા શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, મંત્રાલય સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સરકારમાં જોડાશે.

આ સહીત સરકાર દ્રારા જારી કરાયેલ આ ભરતીઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ, જળ સંસાધન વિભાગ, કર્મચારી અને તાલીમ વિભાગમાં પણ કરવામાં આવી છે.જેને લઈને અનેક યુવાઓને રોજગારી મળી રહે છે.