દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014-16માં 130 પ્રતિ લાખ જીવિત જન્મોથી 2018-20માં 97 પ્રતિ લાખ જેટલો જીવિત જન્મે માતૃ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાની પ્રશંસા કરી છે.વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે,મહિલા સશક્તીકરણ સંબંધિત તમામ પાસાઓ ખૂબ જ મજબૂત છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાના ટ્વીટને ટાંકીને, વડાપ્રધાનએ ટ્વીટ કર્યું;
“એક ખૂબ જ પ્રોત્સાહક વલણ. આ પરિવર્તન જોઈને આનંદ થયો. મહિલા સશક્તીકરણને લગતા તમામ પાસાઓને આગળ વધારવા પર અમારો ભાર ખૂબ જ મજબૂત છે.”
A very encouraging trend. Happy to see this change. Our emphasis on furthering all aspects relating to women empowerment remains very strong. https://t.co/Z4yOBLMd9N
— Narendra Modi (@narendramodi) November 30, 2022