Site icon Revoi.in

પીએમ મોદીએ આયુષ્માન ભવ અભિયાનને મળેલા અદ્ભુત પ્રતિસાદની પ્રશંસા કરી

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​અંગદાન અભિયાનની સફળતાને બિરદાવી હતી કારણ કે આયુષ્માન ભવ અભિયાન હેઠળ 80,000થી વધુ લોકોએ તેમના અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

વડાપ્રધાન મોદીએ X પર લખ્યું કે, “આ પ્રયાસને મળેલા જબરજસ્ત પ્રતિસાદથી આનંદ થયો! જીવન બચાવવા માટે આ ખરેખર એક નોંધપાત્ર પગલું છે. મને આશા છે કે ભવિષ્યમાં વધુ લોકો આ ઉમદા પહેલમાં જોડાશે.”

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 13 સપ્ટેમ્બરે ગુજરાતના ગાંધીનગરથી આ અભિયાનની શરૂઆત કરી હતી. મનસુખ માંડવિયાએ ગયા મહિને ઉત્તર પ્રદેશના આગ્રામાં આયુષ્માન ભવ અભિયાન હેઠળ અંગ દાનની પ્રતિજ્ઞાનું નેતૃત્વ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે,  જીવન અને સંબંધોમાં પ્રેમએ મહત્વનો ભાગ ભજવે  છે. જો પ્રેમ ના હોય જીવનમાં તો હાસ્ય અને ખુશીની અનુભૂતિ અશક્ય હોય છે. એવી રીતે અંગો શરીરમાં થતી ક્રિયાઆનો આધાર સ્તંભ છે. અંગદાન એટલે જ્યારે એક વ્યક્તિનું અંગ બીજામાં રિપ્લેસ કરવામાં આવે છે તો બીજા વ્યક્તિને નવું જીવનદાન પ્રાપ્ત થાય છે. તેથી વ્યક્તિને પુનઃ જન્મ મળે છે . અંગોના દાતા અંગ પ્રત્યારોપણ કરનાર વ્યક્તિના જીવનમાં ભગવાનની ભૂમિકા ભજવે છે. આમ, અંગોનું દાન કરવું એ મહાદાન છે.